Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મોગલ છેડતા કાળો નાગઃ કિશાનપરા ચોકમાં ૩૨ વર્ષથી ચિત્રકુટ ગરબી મંડળની શકિત આરાધના

રાજકોટઃ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો છે. નવ-નવ દિવસ માઈ ભકતો માં શકિતની ભકિતમાં લીન થશે. ઠેર ઠેર અનુષ્ઠાન, હવન, પૂજા, ગરબા અને આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. શહેરમાં પ્રાચીન અને અર્વાચિન રાસોત્સવની ધૂમ વચ્ચે અનોખુ વાતાવરણ છવાઈ ગયું છે. રાજકોટમાં વિવિધ સ્થળોએ પ્રાચીન-અર્વાચીન ગરબીઓનો પ્રારંભ થયો છે. શહેરના કિશાનપરા વિસ્તારમાં ચિત્રકુટ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૨ વર્ષની પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ગરબીમાં ૫ થી ૧૫ વર્ષ સુધીની ૬૦ બાળાઓ ભાગ લઈ રહી છે. આ ગરબીમાં તાલીરાસ, ઢોલ-નગારા, મોગલ તારા, પ્રાચીન રાસ સહિતના અવનવા રાસનું આકર્ષણ ઉભુ થઈ રહ્યુ છે. ચિત્રકુટ ગરબી મંડળમા ગાયક ચંદ્રેશભાઈ ભગતાણી, ભગવતદાન, મહેશભાઈ ત્રિવેદી સહિતના કલાકારો સેવાઓ આપી રહ્યા છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:37 pm IST)