Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

નીલ સીટી કલબના જાજરમાન રાસોત્સવમાં મસ્ત બની થનગનાટ કરતા યુવા ખેલૈયાઓ

નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અઢી લાખ સ્કવેર ફૂટની જગ્યામાં હરીયાળી લોન ઉપર કર્ણપ્રિય સંગીતના સંગાથે જામતો અદ્વિતીય રાસોત્સવ

રાજકોટ : નવરાત્રી મહોત્સવનો શુભારંભ થયો છે. રાજકોટ - સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અર્વાચીન રાસોત્સવનું આયોજન થાય છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રંગ જમાવતા હોય છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રનું નંબર - ૧ ગણાતું નીલ સીટી ગ્રુપના અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને અવનવા સ્ટેપ ઉપર રાસોત્સવની રંગત માણીને યાદગાર સંભારણું અંકિત કરે છે. સમી સાંજ પડતા જ ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ નવા જોમ અને જુસ્સા સાથે અવનવા સ્ટેપમાં જાજરમાન રાસોત્સવની રંગત માણતા હોય છે. નીલ સીટી ગ્રુપના રાસોત્સવ આજે રાજકોટ - સૌરાષ્ટ્રના યુવા વર્ગનું ખૂબ માનીતુ બની ગયું છે. જયાં પરિવારની માફક નવરાત્રી મહાપર્વની અર્વાચીન રાસોત્સવના સંગાથે મસ્ત બની ભવ્ય ઉજવણી કરતા હોય છે.  નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ , મુંજકા ઉપર આવેલ પાર્ટી પ્લોટમાં હરીયાળી લોન ઉપર યુવક - યુવતીઓ ગરબા, સ્તુતિ, લોકગીતો અને ફિલ્મી ધૂનો ઉપર ખેલૈયાઓ થીરકી રહ્યા છે. નીલ સીટી કલબમાં કર્ણપ્રિય કંઠ આપનાર જાણીતા ગાયકો જયેશ દવે, નીતિન દેવકા, વિશ્વા કુંચાલા, ધારા શાહ અને સાથે રીધમનીસ્ટ સાજીંદા વૃંદની સુરીલી લયબદ્ધતાથી ખેલૈયાઓના તનની સાથે મન પણ ડોલતા કરી દયે છે. સાથે ડીજે અક્કી, ડીજે રક્ષિત પણ ખેલૈયાઓને અવનવા ગીતો ઉપર જુમાવી રહ્યા છે.

નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અઢી લાખ સ્કવેર ફુટ જગ્યામાં નીલ સીટી કલબ તેમના આયોજનમાં સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. કપલ પાસ જ ઈસ્યુ કરવામાં આવે છે. કપલ પાસ સિવાયનાને નીલ સીટી કલબમાં પ્રવેશ આપવામાં આવતો નથી. નીલ સીટી કલબના આયોજનમાં પારિવારીક માહોલમાં સૌ શાંતચિતે નવરાત્રી મહાપર્વની ઉજવણી કરતા હોય છે. ખેલૈયાઓ રીતસર થિરકી રહ્યા હોય છે. સતત અઢીથી ત્રણ કલાક સુધીના રાસ મહોત્સવ બાદ અવનવી સ્વાદપ્રિય વાનગીઓના વિશાળ રસથાળ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. નીલ સીટી કલબના જાજરમાન રાસોત્સવને સફળ બનાવવા દર્શનીલ રાજયગુરૂ, સમર્થ મહેતા, સરાજ રાજયગુરૂ, બ્રીજ મહેતા સહિતના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસોત્સવની રંગત માણતા ખેલૈયાઓ અને ગાયકો જયેશ દવે, નીતીન દેવકા, વિશ્વા કુંચાલા, ધારા શાહ સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST