Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બેડી ચોકડીએ ૧.૨૯ લાખનો દારૂ ભરેલી ઝાયલો સાથે બે પકડાયા

કુવાડવા પોલીસે જામનગરના ઢંઢા ગામના મયુરસિંહ સોઢા તથા મોરબીના જીતેન્દ્ર પટેલને પકડયા

રાજકોટ તા.૧૨: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ઝોન -૧ના એસીપી રવિમોહન સૈનીની સુચનાથી કુવાડવા પોલીસ મથકના પીઆઇ એ.આ.ર મોડીયા તથા પીએસઆઇ વી.પી. આહીર, કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનીષભાઇ ચાવડા, હિતેશભાઇ માલકીયા, મહેન્દ્રકુમાર ગોવાણી, કૃષ્ણદેવસિંહ જાડેજા, શિરાઝભાઇ ચાનીયા, તથા હરેશભાઇ સારદિયા સહિત પેટ્રોલીંંગમાં હતા ત્યારે પીએસઆઇ વી.પી. આહીર તથા હિતેશભાઇ અને મહેન્દ્રકુમારને મળેલી બાતમીના આધારે માલીયાસણ ચોકડીથી સોખડા રોડ પરથી પસાર થતી જી.જે.૧ સીટી ૬૬૫૫ નંબરની ઝાયલો જીપનો પીછો કરી બેડી ચોકડી પાસે પકડી લઇ જીપ માંથી દારૂની ૪૩૨ બોટલ કિંમત રૂ. ૧.૪૦ લાખની મળી આવતા જામનગરનાં ઢંઢા ગામનો હાલ જામનગર ગાંધીનગર રોડ પર મોમાઇનગરનો મયુરસિંહ ભરતસિંહ સોઢા (ઉ.વ.૨૧) તથા મોરબીના જેતપરનો હાલ મોરબીથી વાવડી રોડ રાધાપાર્કનો જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયા (ઉ.વ.૩૧) ને પકડી લઇ દારૂનો જથ્થો સહિત રૂ. ૮,૪૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:26 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST