Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં રંગ જમાવતા ખેલૈયાઓ

રાજકોટ : રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતીક કલબ યુવી દ્રારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. કલબ યુવીમાં બીજા નોરતે ખૈલૈયા અને દર્શકોની ભીડ જામી હતી કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે. જેમાં દરરોજ સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય-સામાજીક મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓ ના હસ્તે આરતી, પુજા, અર્ચના સહીતના ભકિતસભર કાર્યક્રમો યોજાય છે. 

અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્રાજ, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કલબ યુવીના ટ્રસ્ટી મનુભાઈ ટીલવા, આઈકોન ગુ્રપના ભાવેશભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના ગૌતમભાઈ ધમસસાણીયા, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, ફાલ્કન ગુ્રપના જગદીશભાઈ કોટડીયા, વિનુભાઈ વેકરીયા, હિરેનભાઈ માકડીયા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો ૯હાવો લીધો હતો. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન ખેલૈયાઓ,દર્શકો તથા આમંત્રીત મહેમાનો માટેના અલગ-અલગ ગેઈટ દ્રારા પ્રવેશ મળે તે માટેની વ્યવસ્થા કલબ યુવી દ્રારા કરવામાં આવી છે. તદ્ ઉપરાંત સમગ્ર મેદાનમાં ટાઈટ સીકયુરીટી અને સી.સી. ટીવી. કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કલબ યુવી રાસોત્સવમાં રંગબંરંગી વેશભુષામાં સજજ ખલૈયઓ જેટલો જ ઉત્સાહ દર્શકોમાં જાવા મળે છે. કલબ યુવી રાસોત્સવ ગ્રાઉન્ડમાં હૈયે હૈયુ દળાય તેવી દર્શકો ની ભીડ ઉમટી પડી હતી. કલબ યુવીના કલાકારો દ્રારા પ્રાચીન અર્વાચીન ગીતોની સુરાવલીઓ છેડી હતી. વંદેમાતરમ્ જેવા દેશભકિતના ગીત પર ખૈલૈયાઓ મન મુકીને જુમ્યા હતા.

કલબ યુવીમાં બીજા નોરતે ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કાલાવડીયા જીયા, સંતોકી સ્નેહા, ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે માકડીયા મીત, વાછાણી દેવ, ચિ૯ડ્રન પ્રિન્સેસ તરીકે પાડલીયા પ્રાચી, માકડીયા જાન્વી, ચિ૯ડ્રન પ્રિન્સ તરીકે ભાલોડી યંશ, પાડલીયા રીશીલ, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા આશ્ના, દવે પાયલ, ચાપાણી નીરૂપા, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે જાવીયા જીજ્ઞેશ, વીરમગામા નર્શીત, ભોજાણી પ્રિયાંશુ, પ્રિન્સેસ તરીકે વાછાણી ધન્વી, કાલાવડીયા રીતુ, કણસાગરા હેત્વી, પ્રિન્સ તરીકે બુટાણી રવિ, કાલાવડીયા યશ, વેકરીયા મીત વિજેતા બન્યા હતા.

કલબ યુવીમાં બીજા નોરતે મૌલેશભાઈ ઉકાણી, સ્મીતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ, ભાવેશભાઈ ફળદુ, પંકજભાઈ કણસાગરા, હર્ષેભાઈ, જગદીશભાઈ કોટડીયા, વિજયભાઈ ડઢાણીયા, ધનશ્યામભાઈ મારડીયા, જીગ્નેશભાઈ આદ્રોજા, મહેશ્વરભાઈ પુજારી, નવીનભાઈ માકડીયા, અનીસભાઈ વાછાણી, પાર્થ કનેરીયા વગેરે ઉપસ્થિત મહેમાનોએ વિજેતા ખેલાડીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

(3:25 pm IST)
  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST