Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અરવિંદભાઇ મણીયારનગરમાં ખેતલીયા આપા ગ્રુપ દ્વારા ૨૫૧ ગરબી મંડળની બાળાઓને ભોજન

રાજકોટ તા. ૧૨ : અરવિંદભાઇ મણીયારનગર, કોઠારીયા રોડ, બ્લોક નં. એ-૧ થી ૨૦૦ ના જયશ્રી ખેતલીયા હનુમાનજી ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષે બીજા નોરતે શહેરની ૨૫૧ ગરબી મંડળની બાળાઓને તેમજ ૨૦૦ બ્લોકના રહેવાસીઓને કોઇપણ જાતનો ફાળો લીધા વગર ભોજન કરાવવામાં આવે છે. એજ રીતે શ્વાનોને ૧૧ મણ ચુરમાના લાડુ વિવિધ વિસ્તારોમાં ફરીને આપવામાં આવે છે. આ વર્ષે પણ આ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. રણુજાના મહંતશ્રી બજરંગદાસ શાસ્ત્રીજીએ ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવ્યા હતા. તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

(3:24 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST