Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

એ.ટી. એકેડેમીને પછાડી નવરંગ ક્રિકેટ એકેડેમી ચેમ્પિયન : ઓલરાઉન્ડર જેસન ચગ મેન ઓફ ધ મેચ

સ્વ. નરેન્દ્રભાઇ ઝાલા ઓપન સૌરાષ્ટ્ર અન્ડર-૧૬ સિઝન લીગ ટુર્નામેન્ટ

 રાજકોટઃ ડ્રાઇવ ઇન ક્રિકેટ એકેડેમી આયોજીત સ્વ. નરેન્દ્રભાઇ ચુનીલાલ ઝાલા ઓપન સૌરાષ્ટ્ર અન્ડર-૧૬ સીઝન લીગ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ નવરંગ ક્રિકેટ એકેડેમી તથા એ.ટી. ક્રિકેટ એકેેડેમી વચ્ચે રચાયેલ. પ્રથમ દાવ લઇ એ.ટી. ક્રિકેટ એકેડેમીના ૯૦ રન થયેલ. તેના જવાબમાં નવરંગ ક્રિકેટ એકેડેમીના પાંચ વિકેટે ૯૧ રન કરી લેતા નવરંગનો પાંચ વિકેટ વિજય થયેલ. જેમાં જેસન ચગના ૨૪ રન નોટ આઉટ તથા ભાગ્યરાજ ચુડાસમાના ૨૫ રન મુખ્ય હતા.  આ ટુર્નામેન્ટમાં ફાઇનલના મેન ઓફ ધ મેચ નવરંગ જેસન ચગ થયેલ  તથા સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બોલર નવરંગના જેસન ચગ બેસ્ટ બેટસમેન એ.ટી. ક્રિકેટ એકેડેમીના અક્ષત મકવાણા તથા મેન ઓફ ધ  સિરિઝ નવરંગ એકેડેમીના ભાગ્યરાજ ચુડાસમા થયેલ હતા.  ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેન્દ્રભાઇ રાજદેવ શ્રી અતુલભાઇ કારીયા તથા સેન્ડીલભાઇ હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં હાઉસધેટ સ્પોર્ટસના શ્રી સંદીપભાઇ એ ગાંધીના સહકાર મળેલ હોવાનુ યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)