Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ચાચરનો ચોક ગજાવે છે... મારી ચંડી રે ચામુંડા... માટેલથી ખોડલ આવે છે

હનુમાન મઢી ચોકની ગરબીમાં બાળાઓના સળગતી મસાલ રાસ, દોઢીરાસ, દાંતરડા રાસ, લાકડી રાસ વિખ્યાત : નીતિનભાઈ ભારદ્વાજ - કમલેશભાઈ મિરાણી પરિવારની ઉપસ્થિતિ

રાજકોટ : અહિંના હનુમાન મઢી ચોકમાં શ્રી મોમાઈ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન પરંપરા મુજબ જ ગરબી થાય છે. છેલ્લા ૧૧ વર્ષથી દર વર્ષ ચણીયાચોલીની લાણી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગરબી મંડળની બાળાઓને આપવામાં આવે છે. આ વર્ષે અંજલીબેન રૂપાણીના હસ્તે ચણીયા ચોલી આપવામાં આવશે. ગરબીમાં જીવતો નાગ મોગલ માતાજીનો તાલી રાસ, અઠીંગા રાસ, તલવાર રાસ, હુંડા રાસ, મણીયાર રાસ, તેમજ બાળકો દ્વારા સળગતી મશાલ રાસ, દોઢી રાસ તેમજ દાંડીયા રાસ, સુંડલા, દાંતરડા રાસ તેમજ લાકડી રાસ રજૂ થાય છે. આ ગરબીમાં પ્રાચીન ગીત લોકગીત માતાજીના ગરબા જ રજૂ  કરવામાં આવે છે. ગરબીમાં દર વર્ષ દિકરીઓને ઉપયોગી વસ્તુની લ્હાણી આપવામાં આવે છે. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી તેમજ ન્યુ એરા સ્કુલના સંચાલક શ્રી અજયભાઈ પટેલ સહિતના આગેવાનોએ દિકરીઓના ગરબા માણ્યા હતા. આયોજનમાં જીતુ કાટોળીયા, રમેશ ગોહેલ, ગેલાભાઈ ચાવડા, નિલેશભાઈ વ્યાસ, ભરતભાઈ ગાણોલીયા, લાલાભાઈ ચાવડા, ભોવનભાઈ ભોરણીયા, લાલાભાઈ ગોહેલ, નાનુભાઈ ધોળકીયા, મુનાભાઈ જોગરાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:22 pm IST)