Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોવિડ-૧૯ નાં નિયમ ભંગ કરનાર પાંચ ચા-પાનના ધંધાર્થીઓ અને ૩૪ વ્યકિતઓ દંડાયાઃ ૪૪ હજારનો દંડ

રાજકોટ :.. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે જે સ્થળોએ સોશિયલ ડીસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજ તા. ૧ર ના રોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૪ આસામીઓ પાસેથી રૂપિયા ૩૪,૦૦૦ અને રૈયા રોડ પરની મોમાઇ હોટેલ, આઇશ્રી ખોડીયાર હોટેલ, દ્વારકેશ પાન, હનુમાન મઢી પરની નસીબ હોટેલ અને એરપોર્ટ ફાટક પાસેના ગાત્રાળ ટી સ્ટોલ સહિત પ ચા-પાનનો ધંધાર્થીઓ સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરતા રૂ. ૧૦,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:01 pm IST)