Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત

કુલપતિ - રજીસ્ટાર અને અન્ય અધિકારીઓ સ્વસ્થ થયા બાદ ફરજ પર હાજર થતાં યુનિવર્સિટીના કુલનાયક કોરોનામાં સપડાયા

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હતો. જેમાં કુલપતિ અને કુલસચિવ સહિત ૪૦ અધિકારીઓ - કર્મચારીઓ કોરોના પોઝીટીવ થયા હતા. ૧૪ દિવસના હોમ કવોરન્ટાઈન અને સારવાર બાદ સાજા થતાં ફરી ફરજ પર હાજર થયા છે. ત્યાં આજે કુલનાયક વિજય દેસાણીએ એન્ટીજન ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે. છેલ્લા કેટલાક દિવસથી કુલનાયક વિજય દેસાણી અનેક લોકોને મળ્યા હતા અને યુનિવર્સિટીનું સંચાલન કર્યુ હતું.

વિજય દેસાણીને કોરોના પોઝીટીવ આવતા તેઓએ છેલ્લા ૫ દિવસમાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા સુચન કર્યુ છે.

કુલનાયક વિજય દેસાણી પરીક્ષા સમયે કણસાગરા મહિલા કોલેજ ખાતે પરીક્ષાર્થીઓને આવકારવા ગયા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતા તેમજ વધુ લોકોને એકત્રિત કર્યા હોવાની ફરીયાદ ઉઠી હતી.

કુલનાયક વિજય દેસાણીની તબિયત સ્વસ્થ છે. ચિંતા કરવાની જરૂર ન હોવાનું જણાવ્યુ છે.

(1:56 pm IST)