Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજકોટ જીલ્લાના ૭ ગામોમાં ૨૦૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

જીલ્લામાં ગઇકાલની સ્થિતિએ માસ્તર સોસાયટી-ભાયાવદર, ગરબી શેરી-ઉપલેટા, પરા વિસ્તાર,જનડા-તા.વિંછીયા, ખોડીયાર નગર-ગોંડલ, કુંભારવાડા પરબની જગ્યા-તા.ધોરાજી, સરકારી શાળાની બાજુમાં- બેડી, સુદામા નગર- જેતપુર  સહિતના વિસ્તારોમાં ૮૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છેઃ ગઇકાલે ૧૬ હજાર ઘરમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૧૯૬ તાવ - શરદી - ઉધરસના દર્દી મળ્યા : સાડા છ હજાર લોકોને ધનવંતરી રથ મારફત તપાસ કરાઇ : ૯૬૭ લોકોનાં એન્ટિજન ટેસ્ટ કરાયાઃ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની ૧૦૦૦ ટીમો સર્વે માટે ફરી વળી

(12:58 pm IST)