Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રિક્ષાચાલક હાર્દિકની ઈમાનદારીઃ એક લાખના ચેઇન અને રોકડ સાથેનું પર્સ મુસાફર મહિલાને પરત આપ્યું

માધાપર ચોકડીથી જીજે૦૩એડબલ્યુ-૮૫૯૭ નંબરની રિક્ષાના ચાલક હાર્દિકભાઇ મુકેશભાઇ સોઢા મુસાફરને બેસાડી શેઠનગર જવા નીકળ્યા હતાં. મુસાફર જ્યોત્સનાબેન વનરાજભાઇ મારૂ (રહે. પરશુરામ પાર્ક શેનગર) આ રિક્ષામાં પોતાનું પર્સ ભુલી ગયા હતાં. જેમાં અઢી તોલા સોનાનો ચેઇન આશરે ૧ લાખનો તથા પાંચ હજારની રોકડ હતી. મુસાફર ઉતરીને જતાં રહ્યા બાદ ચાલક હાર્દિકભાઇએ પર્સ જોતાં માધાપર ચોકડીએ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હોઇ ત્યાં આવી પીએસઆઇ પટેલને મળતાં તેમણે કર્મચારી સંદિપભાઇ અવાડીયાને સાથે મોકલી મુસાફરને જ્યાં ઉતાર્યા હતાં ત્યાં સુધી રિક્ષાચાલકને પરત મોકલતાં મુસાફર મહિલા પર્સ શોધતા સામે આવ્યા હતાં. તેમને પર્સ પાછુ આપી રિક્ષાચાલકે ઇમાનદારી દાખવી હતી.

(4:17 pm IST)