Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સામાજિક ન્યાય સમિતિની ચૂંટણીની ચર્ચા પર સ્ટે

રાજકોટ, તા. ૧૨ :. આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગયા વખતની સભાની સામાજિક ન્યાય સમિતિના સભ્યોની નિમણૂકની ચર્ચાનો મુદ્દો બહાલી માટે આપેલ. તેની સામે ચંદુભાઈ શીંગાળાએ વિકાસ કમિશ્નર પાસેથી સ્ટે મેળવેલ તેથી આજની સામાન્ય સભામા આ વખતના મુદ્દા નં. ૪ની ચર્ચા કરવામાં આવેલ નહિ. કોંગ્રેસના બે જુથો વચ્ચે આ બાબતે થોડી ગરમાગરમી થયા બાદ આ મુદ્દા પુરતી બહાલી પડતર રાખી બાકીના મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. ચંદુભાઈએ જે તે વખતે એજન્ડામાં સામાજિક ન્યાય સમિતિનો મુદ્દો નિયમ મુજબ પ્રસ્તુત ન કરાયાનો આક્ષેપ કરેલ. તેને બાલુભાઈ વિંઝુડાએ ટેકો આપ્યો હતો

(3:55 pm IST)