News of Thursday, 12th September 2019
રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન તથા જીલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેરી વિકાસ મંડળ(રૂડા)ના સયુંકત ઉપક્રમે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.૪૮ના નવા બિલ્ડીંગ તથા વોર્ડ નં.૧૩માં ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કનુ ખાતમુહૂર્ત તેમજ વોર્ડ નં.૧૦માં નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ, ૬ વેકયુમ રોડ સ્વિપિંગ મશીન અને ૫૧ મિનિ ટીપરવાનનુ લોકાર્પણ તેમજ રાજકોટ શહેર (પશ્યિમ) મામલતદાર કચેરીનંુ લોકાર્પણતથા કલેકટર કચેરીમાં નિર્માણ પામેલ કલા સ્ટેશન અને ગાર્ડનનું લોકાપર્ણ તથા તથા રૂડા દ્વારા દ્યનકચરા વ્યવસ્થાપન અર્થે ૩ રેફ્યુઝી કોમ્પેકટરનું લોકાર્પણ તેમજ રૂડાના ટી.પી.-૧૦ના ૧૮ મી. અને ૧૨ મી. રોડ, વાવડીથી કાંગશિયાળીના બીટયુમિનસ રોડ અને હાઈલેવલ બ્રિજ મળી કુલ રૂ.૫૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમા અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર અને રૂડાને રૂ.૫૯૨ કરોડના વિકાસ કામો બદલ અભિનંદન આપ્યા હતા અને નવ નિમાર્ણ પામેલ કોમ્યુનીટીહોલનું અમુત ઘાયલના નામકરણની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે ઉદ્દબોધન કર્યુ હતુ. વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અને મેયર બિનાબેન આચાર્ય, જયોત્ન્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, તેમજ સંગઠનના માધવભાઈ દવે, રજનીભાઈ ગોલ, પરેશભાઈ તન્ના વિગેરેએ પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કરેલ. જયારે મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા અને સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રા.શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.જયારે આભારવિધી ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ.