Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઇલાબેન આરબ મહેતા, ઉષાબેન જાની અને ગુલાબભાઇ જાનીને દર્શક એવોર્ડ

રાજકોટ : મનુભાઇ પંચોળી- દર્શક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સાહિત્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને ગ્રામપુનર્રચના ક્ષેત્રે એવોર્ડ અપાય છે. જે અંતર્ગત તાજતેરમાં સીસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઇન્સ્ટીટયુટ ઓફ કવોલીટી એજયુકેશન ખાતે એવોર્ડ વિતરણ સમારોહ ગોઠવાતા વર્ષ ૨૦૧૮ માં સાહિત્ય ્ક્ષેત્રે નવલકથાકાર ઇલાબેન આરબ મહેતાને તથા શિક્ષણ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ રીતે કેળવણીનું કામ કરનાર સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના શ્રીમતી ઉષાબેન જાની તથા શ્રી ગુલાબભાઇ જાનીને 'દર્શક એવોર્ડ' એનાયત કરાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમની ભુમિકા દર્શન ફાઉન્ડેશનના મનસુખભાઇ સલલાએ રજુ કર્યા બાદ રઘુવીરભાઇ ચૌધરીએ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના પ્રમુખ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તેમજ અધ્યક્ષસ્થાને દર્શક ફાઉન્ડેશનના મધુકરભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સિસ્ટર નિવેદીતા સ્કુલના વિદ્યાર્થીની ધરા ત્રિવેદી (ધો.૧૧) એ પ્રાર્થના ગીત રજુ કરેલ. મંચસ્થ મહેમાનોનું પૂષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતુ. જયારે શબ્દોની સ્વાગત વિધિ સિસ્ટર નિવેદીતા બાલમંદિરના વત્સલભાઇ ગેરૈયાએ કરેલ. અંતમાં આભારદર્શન પ્રકાશભાઇ શાહે કરેલ. કાર્યક્રમમાં બળવંતભાઇ દેસાઇ અને શહેરના અગ્રણીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ-વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(3:49 pm IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST