Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નાગરિક સહકારી બેંક પરાબજાર શાખા દ્વારા ગ્રાહક મિલન

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની પરાબજાર શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ 'અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય' ખાતે યોજાયેલ હતું. બહોળી સંખ્યામાં ગ્રાહકો- સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાખાનાં ખાતેદારોમાં વિવિધ કેટેગરીમાં વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન (મોટા ડીપોઝીટર), કુંવરજીભાઇ વેકરીયા (બચતના મોટા ખાતેદાર), વનિતા ક્રોપ કેર (કરંટ ખાતાના મોટા ખાતેદાર), હર્ષદભાઇ સોલંકી (સૌથી જુના ગ્રાહક), રૂષભભાઇ ત્રિવેદી (યુપીઆઇના મહત્તમ વપરાશકર્તા), રામશીભાઇ વાઢેર (એટીએમના મહત્તમ વપરાશકર્તા), હાર્દિકભાઇ પાવાગઢી (સૌથી યુવા ગ્રાહક), ડેલાવાળા પરિવાર (એક જ પરિવારનાં મહત્તમ ખાતાઓ), અર્જુનભાઇ વાંક (મોબાઇલ બેકિંગનો મહત્તમ વપરાશકતા), ધીયા ગોંડલીયા (સૌથી નાની વયના ખાતેદાર), ચંદુભાઇ સવાણી (વરિષ્ઠ ખાતેદાર), પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ (સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ) ને મહાનુભાવોનાં હસ્તે સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા. બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ શાખાનાં સ્થાપના દિનની મંગલકામના પાઠવતાં જણાવ્યું હતું કે, 'અહીં વિવિધ કેટેગરીનાં ગ્રાહકોનું સન્માન તેમનાં જ સ્થાન ૫૨ જઇ પદાધિકારીઓએ કર્ય આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. બેન્કમાં દરેક માટે પોલીસી લાગુ પડે છે અને તેમાં દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે. નાના અને મધ્યમ વર્ગનાં લોકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે રીતે કાર્ય કરીએ છીએ. આ બેંકમાં માઇનોર (૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના) બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા, તેમની જ સહીથી વ્યવહાર થાય તેવી સુવિધા આપનાર ગુજરાતની આ સર્વપ્રથમ સહકારી બેંક છે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧% વિશેષ છુટ અપાય છે. બેન્ક દ્વારા 'મન્ડે નો કાર ડે' નો પ્રેરક નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત બેંકના સંચાલક મંડળના સદસ્યો-કર્મચારીઓ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતા નથી. આ તકે વિશિષ્ટ ખાતેદાર કૃણાલભાઇ જાગાણી-જાગાણી ટ્રેડીંગ અને જયભાઇ મહેતા-ટી. વી. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ડિરેકટર્સ બોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. આ સમારોહમાં નલિનભાઈ વસા (ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (કાર્યકારી વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા (પ્રભારી ડિરેકટર), રાજશ્રીબેન જાની (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), વિનોદકુમાર શર્મા (સીઈઓ -જનરલ મેનેજર), પરાબજાર શાખા વિકાસ સમિતિમાંથી દર્શકભાઇ કારીયા (કન્વીનર), કિરીટભાઇ શેઠ (સહ-કન્વીનર), સાવનભાઇ ભાડલીયા, પ્રો. વિભાબેન ભટ્ટ, હરેશભાઇ ભાડેશીયા, તુલસીભાઇ ગોંડલીયા, અનિલભાઇ કિંગર ઉપરાંત યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), વહ્મભભાઇ આંબલીયા (એ.જી.એમ. -એકાઉન્ટ), ટી. સી. વ્યાસ (એ.જી.એમ.-એચ.આર.), ગિરીશભાઇ ભુત (એ.જી.એમ.- બેન્કિંગ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ.- ક્રેડિટ-રિકવરી), કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.), ખુમેશભાઇ ગોસાઇ (ચીફ મેનેજર- એસ્ટેટ), જયેશભાઇ છાટપાર (ચીફ મેનેજર- આઇ.ટી.), ભાવેશભાઇ રાજદેવ (ચીફ મેનજર-બ્રાંચીસ), તેજસભાઇ વ્યાસ (ચીફ મેનેજર- બેન્કિંગ), પ્રશાંતભાઇ રૂપારેલીયા (ચીફ મેનેજર- ક્રેડિટ), નયનભાઇ ટાંક (ચીફ મેનેજર- રિકવરી), સીએ સ્મીતાબેન લુણાગરીયા (મેનેજર), આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શાખાના મેનેજર સીએ સ્મીતાબેન લુણાગરીયાએ શાખાની વિકાસ ગાથા રજુ કરી હતી. આભારદર્શન કિરીટભાઇ શેઠે અને સંચાલન નિધીબેન મહેતાએ કર્ય હતું.

(3:48 pm IST)