Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પરિણિતાએ કરેલ ત્રાસની ફરિયાદમાંથી સાસુ-જમાઇ સામેની ફરીયાદ નામંજૂર

રાજકોટ, તા. ૧ર : અત્રેના હંસાબેન પ્રવિણભાઇ વસાણી ડો/ઓ બચુભાઇ ગઢીગા (પટેલ) ઉ.વ.આ.પ૮ રહે. મનહર પ્લોટ નં. ૬ સુર્યમુખી હનુમાન પાસે, નાનામવા રાજકોટના રહેવાસી હંસાબેનએ રાજકોટના રહીશ પ્રવિણભાઇ વાઘજીભાઇ વસાણી ઉ.વ.૬ર તા. ૧૭-૧૧-ર૦૦પના રોજ લગ્ન થયેલ હોય, અને લગ્ન ૧૩ વર્ષ બાદ હંસાબેન એ રાજકોટની મહીલા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇ વાજીભાઇ વસાણી (પતિ) (ર) રસીલાબેન વાઘજીભાઇ વસાણી (સાસુ) (૩) ભીખાભાઇ હંસરાજભાઇ અકબરી (દિકરી જમાઇ)ની સામે આઇ.પી.સી.ની કલમ ૪૦૬,૪૯૮(ક), ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આ કામે સાસુ અને જમાઇ બન્ને એ ખોટી રીતે હંસાબેનએ કરેલ ફરીયાદ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં કોસિંગ પીટીશન ગુજારેલ. જેમાં ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોની રજુઆત ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે જણાવેલ કે, હાલના અરજદારોની સામે કરેલ ફરીયાદમાં દુઃખ ત્રાસ કે કોઇ સ્પેશીફીક એકટીવ રોલ રહેલ નથી. તેમજ જમાઇનો હેરેશમેન્ટ/કૃઅલ્ટી અંગેનો કોઇ એકટીવ રોલ ફરીયાદમાં દેખાતો નથી અને ખોટી રીતે સદરહું એફઆઇઆરમાં હાલના બન્ને સાસુ તથા જમાઇની સામે ફરીયાદ થયેલ હોય તેથી આ બન્નેની સામેની એફઆઇઆર ગુજરાત હાઇકોર્ટે રદ કરેલ છે અને સાસુ તેમજ જમાઇને નિર્દોષ છોડતો હુકમ ફરમાવેલ છે.

સદરહું કેસમાં રસિલાબેન તેમજ ભીખાભાઇના વકીલ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જલકભાઇ પીપળીયા તેમજ રાજકોટના એડવોકેટ સંજયભાઇ એચ. પંડયા, મનીષભાઇ એચ. પંડયા, નિલેષભાઇ ગણાત્રા, રવિભાઇ ધૃવ, ઇર્શાદ એ. શેરસીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ ચૌહાણ રોકાયેલા હતાં.

(3:45 pm IST)