Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વ્યાજ વટાવની ફરીયાદમાં એડવોકેટ સંજય પંડીતના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા., ૧૨: વકીલ સંજય પંડીત સામે વ્યાજ વટાઉની રકમ પરત આપેલ હોવા છતા વધુ રકમ માંગી કોરા સ્ટેમ્પ અને કોરા સ્ટેમ્પ અને કોરા ચેક પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકીના આરોપસર નોંધાયેલ ફરીયાદ અંગે આગોતરા જામીન મંજુર સેસન્સ અદાલતે મંજુર કરેલ છે.

રાજકોટ શહેરના ડો.યાજ્ઞીક રોડ ઉપર હિરા પન્ના કોમ્પલેક્ષ ઓફીસ નં. ૩૧૮માં વકીલ સંજય હેમતલાલ પંડીત તે જે તે વખતે જમીન મકાનના ધંધાર્થી ચંદ્રકાંત અમૃતલાલ વાઘેલાને આપેલ રૂપીયા પાંચ લાખ પચ્ચાસ હજાર તેમણે પરત આપેલ હોવા છતા વકીલ સંજય  પંડીતે વધુ રકમ આપવા માંગણી કરી તેમની  પાસે રહેલ કોરા સ્ટેમ્પ સહીવાળા અને કોરા ચેકનો દુરઉપયોગ કરવા રાખી પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર રાજકોટ શહેર એ ડીવી પોલીસ મથકમાં ચંદ્રકાંત અમૃતલાલ વાઘેલા, નિત્યાનંદ એપાર્ટમેન્ટ શ્રોફ રોડ વાળાએ નોંધાવેલ ફરીયાદ ઇ.પી.કો. કલમ ૩૮પ, ૩૮૭, પ૦૬ (ર) તથા મનીલેન્ડ એકટ કલમ પ, ૪૦,૪ર મુજબ ફરીયાદ થયેલ.

આરોપી વકીલ સંજય હેમતલાલ પંડીતે રાજકોટની સેસન્સ અદાલતમાં ધરપકડની દહેશતે કરેલ આગોતરા જામીન અરજી રાજકોટના એડીશ્નલ સેસન્સ જજ શ્રી પી.એન.દવેએ આગોતરા જામીન અરજી જુદી જુદી શરતોને આધીન માન્ય રાખી આરોપી વકીલ સંજય હેમતલાલ પંડીતની પોલીસ ને ધરપકડ કરવાની જરૂરત પડે તો અરજદાર આરોપીને  રૂપીયા પચાસ હજારના સધ્ધર અને સ્થાનીક જામીન તથા તેટલી જ રકમના જાત જામીન આપ્યે જામીન મુકત કરવા હુકમ કરેલ છે.

આ કામે અરજદાર આરોપો વકીલ સંજય હેમતલાલ પંડીત તરફે રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ એલ.વી. લખતરીયા, બીનીતા જે.ખાંટ રોકાયેલ હતા.

(3:45 pm IST)