Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નવી પશ્ચિમ મામલતદાર કચેરીનું વિજયભાઇના હસ્તે લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે રાજકોટમાં વિવિધ ખાતમુર્હત-લોકાર્પણ કર્યા હતા. કલેકટર તંત્ર દ્વારા નવનિર્મિત પશ્ચિમ મામલતદાર કચેરીનું  વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે સૌ પ્રથમ દિપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું હતુ. આ તકે નવનિયુકત કલેકટર રમ્યા મોહન દ્વારા સમગ્ર સંકુલ અંગે મુખ્યમંત્રીશ્રીને માહિતી આપવામાં આવેલ. લોકાર્પણ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ  સાગઠીયા ઉપસ્થિત રહેલ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ સમગ્ર સંકુલ પણ નિહાળ્યું હતુ.

(3:44 pm IST)