Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ચેક બાઉન્સના કેસમાં ૨૦ ટકા રકમ ભરવાની જોગવાઇમાં ૧૫ ટકા મંજુર કરી રિવિઝન અરજી રદ

રાજકોટ તા.૧૨: ચેક બાઉન્સના કેસમાં ૨૦ ટકા રકમ ભરવાની જોગવાઇના હુકમ સામે થયેલી રીવીઝનમાં કોર્ટે ૧૫ ટકા મંજુર સેસન્સ અદાલતે અરજી નામંજુર કરી હતી.

આ કેસની વિગત ટુકમાં એવી છે કે આ કામના ફરીયાદી લાલજીભાઇ કરણાભાઇ સરસીયા (ભરવાડ)એ રાજકોટની કોર્ટમાં નેગોસ્યેબલ ઇન્સ્યુટમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટના મવડી વિસ્તારમા રહેતા અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવાર (આહિર)વિરૂધ્ધ રૂ.૧૧,૯૨,૦૦૦ની ફરીયાદ આપેલ જે અન્વયે તાજેતરમાં નેગોસ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટમાં થયેલ એમેડમેન્ટ મુજબ રાજકોટના ચીફ. જયુ.મેજી. એ આ કામના આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવારને નેગોસ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૪૩એ (૧)મુજબ વચ્ચ ગાળાના તરીકે થયેલ ફરીયાદના ૧૫ ટકા રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ.

આ હુકમથી નારાજ થઇ આ કામના આરોપીએ સેસન્સ કોર્ટમાં નીચલી અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમ સામે રીવીઝન અરજી ગુજારેલ હતી જેમાં સામાવાળા તરફે રોકાયેલ એડવોકેટ દ્વારા સેસન્સ કોર્ટમાં તાજેતરમાં નેગોસ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ કાયદામાં થયેલ સુધારા અંગેનું ગેજેટ રજુ રાખેલ તેમજ તેને અનુરૂપ દલીલો કરી અદાલતમા સામાવાળા તરફે કરવામાં આવેલ રજુઆતોને ધ્યાનમા રાખી સેસન્સ જજ શ્રી આર.એલ.ઠકકરે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખી અરજદાર આરોપીની રીવીઝનની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં સામાવાળા લાલજીભાઇ કરણાભાઇ સરસીયા (ભરવાડ) વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ અને રણજીત બી મકવાણા રોકાયેલા હતા.

(3:43 pm IST)