Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કનક રોડ પર ખાડા-ખબડાઓનું સામ્રાજયઃ લોકો ત્રાહીમામ

રાજકોટઃ ભારે વરસાદનાં કારણે સમગ્ર શહેરનાં વિવિધ વિસ્તારોનાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે  ત્યારે વોર્ડ નં.૭માં કનક રોડ પર મ્યુ.કોર્પોરેશન કચેરીનાં પાછળનાં ભાગનાં વિસ્તારનાં રોડ-રસ્તાઓ પર ખાડા-ખબડાઓનાં કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ રસ્તો તાકીદે રીપેર કરવા લોકોમાં માંગ ઉઠી છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(3:39 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST