Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સનસાઇન કોલેજમાં 'કોસ્મો કલેન ર૦૧૯' : એક દિવસીય પ્રેઝન્ટેશન સ્કીલ કોમ્પીટીશનમાં પ્રતિભાઓ ખીલી ઉઠી

રાજકોટ : મેનેજમેન્ટ અને આઇ.ટી. અભ્યાસક્રમો માટે મોખરાનું નામ મેળવી જનાર સનસાઇન કોલેજમાં તાજેતરમાં 'કોસ્મો કલેન-૨૦૧૯' નું આયોજન કરાયુ હતુ. રાજય સ્તરની આ એક દિવસીય પ્રેઝન્ટેશન સ્કીલ કોમ્પીટીશનમાં ૩૦ થી વધારે કોલેજોની ૭૦ જેટલી ટીમોએ અભિવ્યકિત રજુ કરી હતી. શરૂઆતમાં ઇન્ટીગ્રેટેડ કેમ્પસ ડીરેકટર ડો. વિકાસ અરોરાએ સ્વાગત પ્રવચન આપેલ. મુખ્ય અતિથિ તરીકે ડો. ઇરોઝ વાઝા ઉપસ્થિત રહયા હતા. જજ તરીકે રાકેશ ઠકરાર, ડો. જીતેન ઉધાસ, પ્રો. સીમા અરોરા, નિશાંત મકાતી, રજનીક કોટડીયા, દીપેન ગોહિલ તેમજ ફાઇનલ રાઉન્ડના જજ તરીકે ડો. પ્રો. અવિનાશ દવે અને અભિષેક બક્ષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે રાજકોટ મેનેજમેન્ટ એસો.ના દીપક સચદે ઉપસ્થિ રહ્યા હતા. કાર્યક્રમમાં પોષ્ટ ગ્રેજયુએશનમાંથી લોબોલ્યુસી અને મલેક નોબલ કોલેજ જુનાગઢ પ્રથમ સ્થાને તેમજ કેનવી ફિનલ અને કરણ રાણીંગાની ટીમ સનસાઇન કોલેજ બીજા સ્થાને આવી હતી. જયારે રીયા દોશી આત્મીય યુનિ.ની ટીમ તૃતીય વિજેતા જાહેર થયેલ. ગ્રેજયુએશનની ટીમમાંથી સ્મિત પોબારૂ અને તુષાર સિંઘની ટીમ જી.એસ. ગોસરાની કોલેજ જામનગર પ્રથમ સ્થાન પર તેમજ લ્યુબના કાદરી અને ટીમ નોબલ કોલેજ જુનાગઢ દ્વીતીય તેમજ મિતાલીબા પરમાર અને કાજલ પરમાર એમ.પી. શાહ કોલેજ સુરેન્દ્રનગરની ટીમ તૃતીય સ્થાન પર વિજેતા બનેલ. વિજેતાઓને અનુક્રમે રૂ.૨૫૦૦, રૂ.૧૫૦૦, રૂ.૧૦૦૦ રોકડ ઇનામ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના હેડ પ્રો. ખુશ્બુ દવે અને પ્રો. પ્રતિક પાંઉએ કર્યુ હતુ. સંસ્થાન ચેરમેન મીનેશ માથુરે તમામ ફેકલ્ટીઝને શુભેચ્છા અને વિજેતા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન આપ્યા હતા.

(3:34 pm IST)