Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

'ગણપતિ બાપા મોરીયા...' ના નારા સાથે મુર્તિ વિસર્જન : ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : છેલ્લા અગીયાર દિવસથી રાજકોટ ગણેશજીની ભકિતમાં લીન બન્યુ હતુ. આજે ગણેશ મહોત્સવનું સમાપન થતા ચોકે ચોકે અને ઘરે ઘરે સ્થાપન કરાયેલ ગણપતિ દાદાની મુર્તિની વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજવમાં આવી હતી. 'ગણપતિ બાપા મોરીયા' ના નાદથી માર્ગો ગુંજી ઉઠયા હતા. પાણીમાં મુર્તિના વિસર્જન વખતે ભાવિકોની આંખો પણ ભીની બની ગઇ હતી. તંત્રવાહકો દ્વારા નકકી કરવામાં આવેલ વિસર્જન સ્થળોએ ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી. ખાણ જેવા ઉંડા પાણીમાં મોટી મુર્તિઓને પધરાવવા ક્રેઇન તેમજ ફાયર બ્રીગેડના જવાનોને તૈનાત કરાયા હતા. વિવિધ સ્થળોએ થયેલ મુર્તિ વિસર્જન સમયની તસ્વીરો અહીં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:33 pm IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST