Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બાપુએ પરકીન રાજાના નિવાસસ્થાને જઈ તેમના પિતાજીના ખબર- અંતર પુછયા

એચ.કે.રાજા સાથેના જુના સંસ્મરણો યાદ કર્યાઃ અનોખી ઘડીયાળ પણ ભેટમાં આપી

રાજકોટઃ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપી (નેશનાલીસ્ટકોંગ્રેસ) ના રાષ્ટ્રીય મહામંત્રી માન.શંકરસિંહજી વાઘેલાએ  ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી શ્રી પરકીન રાજાના પિતાજીની નાદુરસ્ત તબિયતના ખબરઅંતર પુછવા શુભેચ્છા મુલાકાત લીધી હતી. બાપુએ જુના સંસ્મરણો વાગોળ્યા હતા. બાપુને તેમના દ્વારા ૧૯૯૭માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમના દ્વારા સ્વ.મનોહરસિંહજી જાડેજાની ભલામણથી તેઓની સૌપ્રથમ સેનેટ માં નિયુકતી ની યાદ અપાવી હતી. શ્રી એચ.કે.રાજા દ્વારા નિર્મિત વૈજ્ઞાનિક અભિગમના બાર સિધ્ધાંતો #twelve_command દર્શાવતી એક અનોખી ઘડીયાળ સપ્રેમ ભેટ આપી હતી. બાપુની મુલાકાત સમયે  પરિવારના તમામ સભ્યો શ્રી એચ.કે રાજા, નિરંજનાબહેન , ધર્મપત્ની ઉલ્કા, પુત્ર હીરકુમાર, બહેન રૂમિ તથા એનસીપીના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ પટેલ, પ્રોફેસર શ્રી કિશોરસિંહ સોલંકી ,અગ્રણીઓ શ્રી બીપીનભાઈ રાવલ તથા કૌશિકસિંહ જાડેજા(રિબડા)  અને શ્રી પરકીન રાજા (મો.૯૮૨૪૨ ૧૫૨૧૪) ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:47 am IST)