Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

લાઠીમાં તાજીયા જૂલુસમાં હૂલ લેતી વખતે ઇરફાનને છાતીમાં છરી ખૂંપી ગઇ

ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૧: પરમ દિવસે મહોર્રમ અંતર્ગત ઠેર-ઠેર તાજીયાના જુલૂસ નિળકયા હતાં. લાઠીમાં તાજીયામાં હૂલ લેતી વખતે એક યુવાનને છાતીમાં છરી ખૂંપી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

લાઠીમાં પાણીના ટાંકા પાસે રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો ઇરફાન કાદરભાઇ બોદીલા (ઉ.૩૨) સાંજે છએક વાગ્યે લાઠી બજારમાં તાજીયાના જુલૂસમાં હૂલ લેતો હતો ત્યારે છાતીમાં જમણી બાજુ છરી ખૂંપી જતાં ગંભીર ઇજા થઇ હતી. લાઠી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને હિરેનભાઇએ લાઠી પોલીસને જાણ કરી હતી.

(9:48 am IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST