Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સિદ્ધિ વિનાયક ધામ રેસકોર્ષ ખાતે કડીયા સમાજ, બ્રહ્મક્ષત્રીય સમાજ, પંજાબી સમાજ, મ્હેર સમાજ, કંસારા સમાજના હસ્તે મહાઆરતી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. ત્યારે નવમા દિવસે શહેરના અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્રના લોકડાયરાના ખ્યાતનામ ગાયક રાજભા ગઢવી, કડીયા સમાજના નરેન્દ્રભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, ડી.પી. રાઠોડ, હસુભાઈ ચોટલીયા, જીતેન્દ્રભાઈ સોલંકી, દિનેશભાઈ જાવીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, ભાવીન ચોટલીયા, શિલ્પાબેન જાવીયા, જગદીશભાઈ વાઘેલા, પાર્થ જાવીયા, હેમરાજભાઈ કાચા, કાંતીભાઈ રાઠોડ, કિરીટભાઈ રાઠોડ, પ્રકાશભાઈ શાપરીયા, હસમુખભાઈ ગોહેલ, ભરતભાઈ રતનાણી, વિરેનભાઈ કાચા, કાંતીલાલ ચાવડા, પ્રવીણભાઈ રાઠોડ, બ્રહ્મક્ષત્રીય સમાજના ગોકુલભાઈ પડીયા, જગદીશભાઈ પડીયા, દિનેશભાઈ ઝાઝલ, કૈલાશબેન પડીયા, ઉષાબેન સોનેજી, દીક્ષીતાબેન સોનેજી, દીપકભાઈ પડીયા, કનુભાઈ છાટબાર, ઉમેશભાઈ આશરા, રાજુભાઈ ધાંધા, પ્રદીપભાઈ જોગી, દીલીપભાઈ મણીઆર, પંજાબી સમાજના સરદાર ભાગસીંઘ, ધાર્મિક પંચાલ, હરીસીંઘભાઈ, ભગતસીંઘભાઈ, શમશેરસીંઘ, મ્હેર સમાજના ભીમાભાઈ કેસવાલા, કંસારા સમાજના ગુણવંતભાઈ ડેલાવાળા, ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈષ્ણવ, પાર્થભાઈ ગણાત્રા, નૌતમભાઈ બારસીયા, ઉત્સવભાઈ દોશી, કિશોરભાઈ રૂપાપરા, ભાસ્કર જોષી, દીપકભાઈ પોબારૂ, વિનોદભાઈ કાછડીયા, ધીરેનભાઈ સંખારવા, રાજુભાઈ ઝુંઝા, વરસાણીભાઈ, રાજેશભાઈ કોટક, મયુરભાઈ અને વોર્ડ નં. ૧૫ ભાજપના શામજીભાઈ ચાવડા, મહેશભાઈ અઘેરા, નાનજીભાઈ પારઘી, જગદીશભાઈ મુછડીયા, મયુરભાઈ બથવાર, સોમાભાઈ ભાલીયા, વિનોદભાઈ કુમારખાણીયા, અરવિંદભાઈ ચૌહાણ, દેવજીભાઈ વાઘેલા, પ્રવીણભાઈ મકવાણા, બીપીનભાઈ સોલંકી, મોહનભાઈ ગોહેલ, ભીખુભાઈ ડાભી, સવિતાબેન ડાભી, જયશ્રીબેન સોલંકી, હસુભાઈ છાટબાર, કમલેશભાઈ બગડાઈ, મૌલીકભાઈ પરમાર, અરવિંંદભાઈ, ઉર્વીબેન બાબરીયા, ચંપાબેન મકવાણા, મહેશભાઈ વાળા, દેવજી ભોડીયા, મનોજભાઈ બારૈયા, ગોવિંદભાઈ પરમાર, દિનેશભાઈ સરવૈયા અને વોર્ડ નં. ૧૬ ભાજપમાંથી જીણાભાઈ ચાવડા, સુરેશભાઈ વસોયા, રમેશભાઈ ઉઘાડ, જયેશભાઈ દવે, જીતુભાઈ સીસોદીયા, નયનભાઈ ઝાલા, નરેન્દ્રભાઈ ડવ, પ્રવિણભાઈ કિયાડા, પ્રકાશભાઈ બસીયા, બાલભાઈ હરસોડા, સી.એમ. ચાવડા સહિતના અગ્રણીઓએ ગણપતીદાદાની મહાઆરતીનો લાભ લીધો હતો અને વિવિધ સમાજોના સંકલનની જવાબદારી પ્રફુલભાઈ કાથરોટીયાએ સંભાળી હતી.

(4:24 pm IST)