Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

શનિવારે રાજકોટમાં અને રવિવારે ગોંડલમાં સંગીતનો વિનામૂલ્યે કાર્યક્રમ

ગાયક કલાકારોની ટીમ સૂમધુર ગીતો પીરસશેઃ ગોંડલમાં વનમેન શો

રાજકોટ,તા.૧૧: સ્પંદન મ્યુઝીકલ ગ્રુપ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા આગામી શનિ- રવિ રાજકોટ અને ગોંડલમાં સંગીતનો કાર્યક્રમ રાખેલ છે. બન્ને કાર્યક્રમો નિઃશુલ્ક છે.

જેમાં તા.૧૪ના શનિવારે સાંજે ૪ થી ૭ અરવિંદભાઈ મણીયાર હોલ, રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં ગાયક કલાકારો સર્વશ્રી દિપક દેસાઈ, કુંજન આડેસરા, કિરીટભાઈ સોની, રમેશભાઈ શાહ, સ્મૃતિબેન જોષી, પન્નાબેન મહેતા, દમયંતિબેન પોપટ, સોનિયા ગોસાઈ, મધુબેન કુબાવત, રાખી મહેતા અને શિલ્પા પટેલ અવનવા ગીતો રજૂ કરશે.

જયારે તા.૧૫ રવિવારના રોજ ગોંડલના સંગીતપ્રેમીઓ માટે એક સરસ મજાનો સંગીત મઢયો પ્રોગ્રામ મખમલી ગાયક તલતમહેમુદ અને લતા- આશાના ગીતોના  કાર્યક્રમમાં રાજકોટના વોઈસ ઓફ તલત મહેમુદ, રાજેન્દ્ર શેઠ અને માધવી શેઠ, એક એકથી ચડીયાતા ગીતો પીરસશે. વધુ વિગતો માટે મો.૯૮૨૪૨ ૨૬૬૧૩ ઉપર સંપર્ક કરવો.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:23 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST