Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સર્વેશ્વર ચોકમાં શિવઆરાધનાઃ આજે રાત્રે બાળકો નૃત્ય પિરસશે

રાજકોટઃ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવની  મહાઆરતી ખોડલધામ પ્રણેતા અને ટ્રસ્ટી શ્રી નરેશભાઈ પટેલ, સરગમ કલબના પ્રમુખશ્રીગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી બકુલભાઈ સોરઠીયા,  શ્રી ભરતભાઈ બોદર, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા (બબુભા) દ્વારા કરવામાં આવી હતી.

શિવ આરાધના કાર્યક્રમ આર.ડી. ગ્રુપના પરેશ પોપટ તથા ઝીલ એન્ટપ્રાઈઝના તેજસ શીશાંગીયાના માધ્યમથી કરવામાં આવેલ હતો. જેમાં કલાકારો દીપકભાઈ જોષી,  અમીબેન ગોસાઈ, હેમંતભાઈ જોષી,  તેજસ શીશાંગીયાએ પોતાના મધુર કંઠે શિવની આરાધના કરેલ હતી તથા ડાન્સ ગ્રુપ દ્વારા સરસ નૃત્યો કરેલ હતા. આજે  બુધવારે રાત્રે ૮-૩૦ કલાકે ૧૫ વર્ષથી નીચેના બાળકોની ડાન્સ કોમ્પીટીશન રાખેલ છે.  આયોજનને સફળ બનાવવા માટે  કેતનભાઈ સાપરીયા, અનીલ તન્ના, હિતેષ મહેતા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ જાની, શ્રી દિપકભાઈ સાપરીયા,પરેશ ડોડિયા, ચેતનસિંહ ખવડ, હરીશ અંજાર, રાજુ પટેલ (અન્ના), આશીષ હિંડોચા, કેતન ભટ્ટ,  યજ્ઞદિપસિંહ જાડેજા, કલ્પેશ દસાડોયા,  પિયુષ દસાડીયા, રીપલ માધવાણી, પ્રતિક વ્યાસ, વિજય ગોહેલ સહિતના ૭૫ થી વધારે કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:45 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST