Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ખેલમહાકુંભ કરાટેમાં જિલ્લા કક્ષાએ અદ્દભુત પ્રદર્શન

તાજેતરમાં અહીની તપોવન સ્કુલ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં શહેરની વિવિધ સ્કુલ અને કરાટે કલાસીસના ૫૬૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નિર્ભયા ટ્રસ્ટ સંચાલિત કરાટે કલાસીસના ૨૦ બાળકોએ અલગ અલગ વય જુથમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ, દ્વીતીય અને તૃતીય સ્થાન મેળવ્યા હતા. જેમાંથી ૧૧ બાળકો આગામી રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા સીલેકટ થયા છે. જિલ્લા કક્ષાના જાહેર થયેલ પરીણામોમાં તલસાણીયા પૂર્વા પ્રથમ, ભારમલ હુસેના પ્રથમ, વોરા યાના પ્રથમ, પીઠડીયા વત્સલ પ્રથમ, ત્રિવેદી આયુષ પ્રથમ, ભીમાણી દર્શન પ્રથમ, ખંઢારે રોહન પ્રથમ, રૂપાવટીયા પરમ દ્વીતીય, જોષી જયદીપ દ્વીતીય, માંકડ હુંફ દ્વીતીય, સેજપાલ આર્ચી દ્વીતીય, અભીચંદાની રીધ્ધી તૃતીય, અકબરી ક્રિષ્ના તૃતીય, વડોદરીયા ભકિત તૃતીય, કોઠારી ક્રિશ તૃતીય, ધરજીયા ઓમ તૃતીય, રખાસિયા કિશન તૃતીય, રામાવત ખુશાલ તૃતીય, પારેખ હર્ષ તૃતીય, વાગડીયા માધવ તૃતીય વિજેતા બનેલ.

(3:43 pm IST)
  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST