Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ કા રાજા : આજે રાત્રે રાજભા ગઢવી સાહિત્યરસ પીરસશેઃ ગજાનનદાદા ઉપર બે હજાર કિલો ફૂલોનો વરસાદ થશે

શયન આરતીમાં નીતિન ભારદ્વાજ સહપરિવાર સાથે ઉપસ્થિત રહેશે : અધિકારીઓ - પદાધિકારીઓ મહાઆરતીનો લાભ લેશે

રાજકોટ : અહિંના શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજાના આંગણે આજે રાજકોટ નહિં, સૌરાષ્ટ્ર નહિં પરંતુ દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા એવા સાહિત્યકાર શ્રી રાજભા ગઢવીનો સાહિત્યરસનો લોકડાયરાનો કાર્યક્રમથી લોકોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવશે. ત્યારબાદ દર વર્ષની જેમ ૨૦૦ કિલો ફુલોની પાંદડીની વર્ષાથી ગણપતિદાદાની છેલ્લા દિવસની શયન આરતી કરવામાં આવશે.

રાજકોટ કા રાજાના આંગણે ગઈકાલે આઈએએસ ઓફીસર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છ જનરલ મેનેજર શ્રી પીજીવીસીએલ શ્રી મલકાન તથા પીજીવીસીએલ એકાઉન્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ખોડલધામના ટ્રસ્ટી તથાલેઉવા પટેલ આગેવાન એવા રમેશભાઈ ટીલાળા તથા ખોડલધામ ટ્રસ્ટી શ્રી ધડુક, કોસ્મો મલ્ટી પ્લેકસ થિયેટરના માલિક એવા શ્રી બગડાઈ, ભવાની ઈન્ડસ્ટ્રીઝના માલિક સુરેશભાઈ વણગારા, લોહાણા મહાજનમાંથી રીટાબેન જોબનપુત્રા, સંગઠનમંત્રી ભુપતભાઈ કોટક તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ તથા લોહાણા સમાજના આગેવાન એવા પ્રતાપભાઈ કોટક, ખોડલધામના સદસ્ય તથા રાજકમલ ફર્નીચરના માલિક શ્રી રાજાભાઈ પરસાણા, શ્રી પ્રણયભાઈ વીરાણી, શ્રી બાલાભાઈ પોકર, અતુલભાઈ રૂપારેલીયા, શ્રી આકાશભાઈ વેકરીયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર તથા પૂર્વ દંડક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિના મોરચાના આગેવાન રાજુભાઈ અઘેરા, શહેર ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ રાઠોડ, ભાજપ  અનુસુચિત જાતિ પ્રમુખ શ્રી ડી.બી.ખીમસુરીયા, પૂજા હોબી સેન્ટરવાળા પુષ્પાબેન રાઠોડ, રમાબેન હેરભા (સેન્ટગાર્ગી સ્કુલ), બાલાજી પેટ્રોલીયમ અને કેન્દ્ર શાસિત મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ રંજનબેન ચૌહાણ, રાજકોટ રઘુવંશી લોહાણા સમાજ પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, રીચા કોટક, ભુપતભાઈ કોટક (યુવક મંડળ સંગઠન મંત્રી) તથા રઘુવંશી પરિવાર લોહાણા સમાજ ધર્મેશભાઈ વસંત, ધવલભાઈ પોબારૂ, જતીન દક્ષીણી, શ્રી મયંકભાઈ પાંઉ, જતીન પાબારી, વિપુલ મણીયાર, વિજય પોપટ, નીરવ પૂજારા, રશેશ કારીયા, તેજસભાઈ વિઠ્ઠલાણી, અક્ષયભાઈ સેદાણી મહાઆરતીનો લાભ લીધો હતો.

દલીત સમાજથી મહેન્દ્રભાઈ અઘેરા, વોર્ડ નં.૧૫ પૂર્વ મહામંત્રી, મહેશભાઈ રાઠોડ મંત્રી, નાનજીભાઈ પારઘી, એનુ. જાતિ મોરચો મંત્રી, ખોડીદાસભાઈ રાઠોડ તથા  પટેલ સમાજથી અમૃત ગઢીયા તથા વસંતભાઈ ગઢીયા તથા કેલીકો ઈન્ડસ્ટ્રીઝવાળા મનીષભાઈ પટેલ તથા ઓટો રોલ ઈન્ડસ્ટ્રીઝના શ્રી દર્શનભાઈ વાઢર, યુવા ભાજપ મોરચા ઉપપ્રમુખ હિતેષભાઈ મારૂએ ભાગ્યવિધાતા મહાઆરતીનો લાભ લીધો હતો.

રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજા, આઈ.જી. રેન્જના શ્રી સંદિપસિંહ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી બલરામ મીના, રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, આઈટી કમિશ્નર આઈઆરએસ શ્રી મનીષ પાવરીયા, મોરબી જીલ્લા રજી. શ્રી (જીપીએસસી) શ્રી સંગીતાબેન રૈયાણી, ગુજરાત બીજેપી ગુજરાત યુવા મોરચા મહામંત્રી શ્રી નેહલભાઈ શુકલ, પી.આઈ. શ્રી એચ.એમ. ગઢવી ક્રાઈમ બ્રાંચ આજરોજ મહાઆરતીનો લાભ લેશે.

આજરોજની શયન આરતીના મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ અગ્રણી અને જૂનાગઢના પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ પરીવાર સાથે ૨૦૦૦ કિલો ફૂલોની વર્ષા સાથે શયન આરતી કરશે. રાજકોટ કા રાજાને રાજભા ગઢવીના કાર્યક્રમ બાદ શયન આરતી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે આરતી તેમજ ફુલવર્ષા કરી રાજકોટ કા રાજા ગણપતિજીને વિદાય આપવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા મધુવન કલબ ચેરમેન તથા કોર્પોરેટર વોર્ડ નં.૧ તથા રાજકોટ મનપ,ા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષભાઈ વાગડીયા તથા સાથી મિત્રો રાજભા ઝાલા, રાજુ કીકાણી, પુનિત વાગડીયા, દર્શન મુલીયાણા, કેલીશ રાઠોડ, અવિ મકવાણા, બલી ભરવાડ, મુકેશભાઈ વાણીયા, ચંદ્રેશભાઈ મુલીયાણા, રાજુભાઈ કાપડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:43 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST