Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે નવનિયુકત કલેકટર-મ્યુનિસીપલ કમિશ્નર અને પોલીસ અધિકારીઓની અનૌપચારીક બેઠક

રાજકોટઃ આજે રાજકોટમાં ૬૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાઓના ખાતમુહુર્ત અને લોકાર્પણ અર્થે હોમટાઉનમાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એરપોર્ટથી સીધા સરકીટ હાઉસ પહોંચ્યા હતા. નવનિયુકત કલેકટર સુશ્રી રેમ્યા મોહન, મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, પીજીવીસીએલના એમડી શ્વેતા તેઓટીયા, પ્રાદેશીક નગર પાલીકા કમિશ્નર શ્વેતા ચારણે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વખતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રીશ્રીએ દરેક વિભાગની કામગીરીના  અનૌપચારીક રીવ્યું મેળવ્યા હતા. તસ્વીરમાં સરકીટ હાઉસ ખાતે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા પ્રદેશ ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજ, આરએસએસના અગ્રણીઓ અને અધિકારીઓ તસ્વીરમાં નજરે પડે છે. પ્રવકતા રાજુ ધ્રુવ પણ ઉપસ્થિત રહયા હતા.  (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST