Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વોર્ડ નં.૧૩ ખોડિયારનગર, વિશ્વકર્માનગર વિસ્તારમાં ડી.આઈ. પાણીની પાઈપ લાઈન કામનો પ્રારંભઃ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

પદાધિકારીશ્રીઓનો આભાર વ્યકત કરતા હાઉસીંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩માં ખોડીયારનગર, વિશ્વકર્માનગર (કોઠારીયા આદ્યાટ) વિસ્તારમાં રૂ.૧.૭૧ ડી.આઈ. પાણીની પાઈપ લાઈન નાખવાના કામનો આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ અંગે જયાબેન ડાંગરે જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૩માં નવા ભળેલા વિસ્તારોમાં ખોડિયારનગર, વિશ્વકર્માનગર (કોઠારીયા આદ્યાટ) જેવા અલગ અલગ વિસ્તારોમાં ડી.આઈ. પાણીની પાઈપ લાઈન નખાતા પહેલા એકાંતરા ૩૦ મીનીટ પાણી આપવામાં આવતું. કામગીરી પૂર્ણ થતા રાજકોટ શહેરની સાથે દરરોજ ૨૦ મીનીટ પાણી આપવામાં આવશે. હાલ એચ.ડી.પી.ઈ/ પી.વી.સી. પાઈપ લાઈન ૭૫/૧૦૦ એમ.એમ. છે. જે કામગીરી પૂર્ણ થયે ડી.આઈ.પાઈપ લાઈન ૧૦૦ થી ૩૦૦ એમ.એમ.ડાયાની થશે. આ ડી.આઈ. પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી અંદાજીત રૂ.૧,૭૧,૩૪,૭૭૮/- (અંકે રૂપિયા એક કરોડ એકોતેર લાખ ચોત્રીસ હજાર સાતસો અઠયોતેર પુરા)ના ખર્ચે કરવામાં આવશે. આ લાઈન નાખતા કુલ ૧૧૦૦ નંગ નળ કનેકશન આપવામ આવશે અને ૭૦૦૦ લોકોને આ પાણીની લાઈનનો લાભ મળશે.

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો ખુબ ખુબ આભાર હાઉસીંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરશ્રી જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણીએ માન્યો હતો.

(3:38 pm IST)