Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

એરપોર્ટ ફાટક પાસે ખદબદતી ગટરો : રહેવાસીઓ ત્રાહિમામ

રાજકોટ : એરપોર્ટ ફાટક પાસે આવેલ વિસ્તારમાં કચરો ડ્રેનેજમાં નાખતા હોય વારંવાર ડ્રેનેજ છલકાય છે તેને કારણે આસપાસની શેરીમાં સતત ગંદકી, ગટરના પાણી કારણે રેલમછેલ જોવા મળી રહી છે.  લતાવાસીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. લોકોના રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે. આ અંગે વિસ્તારવાસીઓએ આ અંગે ફરીયાદો કરી હોવા છતાં પરિસ્થિતિ જૈસે થે જેવી છે. તંત્ર દ્વારા તાત્કાલીક ઉભરાતી ગટરનું નિવારણ થાય તેવી લોક માંગણી ઉઠી છે.

(3:33 pm IST)