Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વ્હાલુડીના વિવાહ માટે બની શ્રેષ્ઠીઓની ટીમ

લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો રાજ, લીલા વાંસ વઢાવો, રૂડા માંડ્યા બંધાવો રાજ : મૌલેશ ઉકાણી અધ્યક્ષઃ મા-બાપ વિનાની દીકરીઓના લગ્નને ચાર ચાંદ લગાવાશે

રાજકોટઃ તા.૧૧: દેશ-વિદેશમાં ખ્યાતિ-પ્રાપ્ત  દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અતિભવ્ય રીતે યોજાયેલ વ્હાલડીના વિવાહ ના અદભૂત પ્રતિસાદ પછી ચાલુ વર્ષે તા.૨૧, ૨૨ ડિસેમ્બરના  રાજકોટના આંગણે વ્હાલુડીના વિવાહ-ર નો પ્રસંગ ઉજવવામાં આવનાર છે. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો માર્ગદર્શક તરીકે સેવા આપનાર છે. જેમાં (૧)  મૌલેશભાઈ ઉકાણી (અધ્યક્ષ), (૨) મનીષભાઈ માદેકા, (૩)  વેજાભાઈ રાવલીયા,(૪)  સુરેશભાઈ નંદવાણા,(૫)  જીતુભાઈ બેનાણી,(૬)  પરેશભાઈ ગજેરા,(૭)  વિઠલભાઈ ધડુક,(૮)  ભૂપતભાઈ બોદર,(૯)  હરીશભાઈ લાખાણી,(૧૦) ભાવેશભાઈ પટેલ,(૧૧)  ડી. વી. મહેતા,(૧૨)  ખોડુભા જાડેજા,(૧૩)  પ્રશાંતભાઈ લોટીયા,(૧૪)  અમીતભાઈ ભાણવડીયા,(૧૫)  રમેશભાઈ ટીલાળા,(૧૬)  રામભાઈ મોકરીયા,(૧૭) ડો.મયંક ઠકકર,(૧૮)  રાજેશભાઈ કાલરીયા,(૧૯) મેહુલભાઈ રૂપાણી,(૨૦) અરવિંદભાઈ દોમડીયા(૨૧) વલ્લભભાઇ સતાણીનો સમાવેશ થાય છે.

 સમગ્ર આયોજનની અદભૂત વ્યવસ્થા અને ફરી એક વખત રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં કયારેય ન ઉજવાયો હોય તેવો અદભૂત પ્રસંગ થવા જઈ રહયો છે ત્યારે સંસ્થાના ૨૫૧ થી વધુ ભાઈઓ-બહેનો સતત કાર્યરત છે. વ્હાલુડીના વિવાહની આયોજક ટીમના મુકેશ દોશી, શિવલાલભાઈ આદ્રોજા, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, પ્રતાપભાઈ પટેલ, અનુપમ દોશી, ડો.નિદત બારોટ, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ આદ્રોજા, કિરીટભાઈ પટેલ, સુનીલ મહેતા, ઉપેન મોદી, હરેશ પરસાણા, અશ્વિનભાઈ પટેલ, રાકેશ ભાલાળા,  હેમલ મોદી, હરેનભાઈ મહેતા, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, પ્રવિણ હાપલીયા સતત કાર્યરત છે.

વ્હાલુડીના વિવાહ – ૨ ના ફોર્મ વિતરણ તા.૩ થી તા.૧૮ સપ્ટેમ્બર સુધી ચાલુ છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની  છત્રછાયા ગુમાવેલ ગરીબ પરિવારની દિકરીઓએ અને તેમના પરિવારજનોએ ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર સાંજે ૪ થી ૭ માં સંપર્ક કરવો તેમ મુકેશ દોશી મો. ૯૮૨૫૦ ૭૭૭૨૫ અને નલીન તન્ના જણાવે છે.

(3:27 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST