Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

માસ્કોટ સીએનસી ટૂલ્સ એન્ડ ઈકવીપમેન્ટ રાજકોટમાં યુનિવર્સલ રોબોટ્સ માટે ઓથોરાઈઝડ ચેનલ પાર્ટનર બની

કંપની દ્વારા ઈન્ડસ્ટ્રી ઓટોમેશન એન્ડ કોલોબ્રેટીવ રોબોટ્સ સાથે ઈન્ડસ્ટ્રી ૪.૦ લાગુ પાડવા આધારિત એક સેમિનાર પણ યોજાઈ ગયો

રાજકોટ,તા.૧૧:વિશ્વની અગ્રણી કોલોબ્રેટીવ રોબોટ ઉત્પાદક કંપની યુનિવર્સલ રોબોટ્સે પોતાનું ચેનલ પાર્ટનર નેટવર્ક વધુ મજબૂત બનાવ્યું છે અને ગુજરાતમાં અનેક અગ્રણી ઔદ્યોગિક પ્રોડકટ ટ્રેડિંગ ગ્રુપ્સમાંના એક એવા માસ્કોટ સીએનસી ટૂલ્સ એન્ડ ઇકવીપમેન્ટ સાથે હાથ મિલાવ્યા છે. હ્યુમન રોબોટ કોલાબ્રેશન અને ઇન્ડસ્ટ્રી ૪૧.૦નો વિચાર આખા ભારતમાં પ્રસારિત કરવા માટે યુનિવર્સલ રોબોટ્સ માટે માસ્કોટ હવે ઓથોરાઇઝડ ભાગીદાર બની ગઇ છે.

આ ભાગીદારીની ઇન્ડસ્ટ્રી ૪.૦ સાથે ઔદ્યોગિક ઓટોમેશન એન્ડ કોલાબ્રેટીવ રોબોટ્સ પર આધારિત એક સેમિનાર દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી. સેમિનારનું નેતૃત્ત્ત અને ઇવેન્ટ દરમિયાન રોબોટ્સને યુનિવર્સલ રોબોટ્સના સાઉથ એશિયાના જનરલ મેનેજર શ્રી પ્રદિપ ડેવીડ અને માસ્કોટ સીએનસી ટ્સલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્સના ફાઉડીંગ ચેરપર્સન પંકજ વાઘેલા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઉદ્યોગ નિષ્ણાતો, ટેકનોલોજી ઉત્સાહીઓ અને એસએમઇના અગ્રણીઓની હાજરી હતી અને ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિમાં ટેકનોલોજી અને ઓટોમેશનની ભૂમિકા વિષે વાતચીત કરી હતી. આ ભાગીદારી બાકીના રાજયો સાથે દેશના પશ્ચિમ ભાગમાં આવતીકાલની ટેકનોલોજીના ચહેરાની રચના કરવા ધારે છે. એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કવોલિટી ઇન્ડિયાના ફાઉન્ડર અને ડિરેકટર ડો. પરેશ એમ કારીયાએ ઓપેરશનલ શ્રેષ્ઠતા અને ઓટોમેશન કેવી રીતે ઉત્પાદનમાં સુધારો કરી શકે અને માનવી-રોબોટ વચ્ચેના સહયોગને માર્ગ પૂરો પાડી શકે તે માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે યુનિવર્સલ રોબોટ્સના સાઉથ એશિયાના જનરલ મેનેજર શ્રી પ્રદિપ ડેવીડે જણાવ્યું હતું કે,માનવી-રોબોટ સહયોગ સાથે બિઝનેસને સક્ષમ કરવાના અમારા સ્વપ્ન સાથે અમે અમારા ગ્રાહકોને ભારતમાં વિશ્વ કક્ષાના રોબોટિસ પૂરા પાડી રહ્યા છીએ. અમે કોઇ પણ કે દરેક કદના બિઝનેસ માટે સરળતાથી ટેકનોલોજી ઉપલબ્ધ બનાવવાનો ઈરાદો છીએ, જેથી સહયોગાત્મક રોબોટ્સની રચનાથી અંતિમ ગ્રાહકને બેવડો ફાયદો આપી શકાય.

માસ્કોટ સીએનસી ટૂલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્સના ફાઉન્ડીંગ ચેરપર્સને જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સપ્લાય ડિસ્ટ્રીબ્યૂટર બનવા માટે અમે સંકલિત ઓટોમેશન અને રોબોટિકસ દ્વારા ટેકનોલોજીકલ ક્રાંતિમાં અમે એક આગવુ કદમ ભર્યું છે. ટેકનોલોજીના અમલે દરેક ઉદ્યોગમાં વૃદ્ઘિને વેગ આપ્યો છે અને પ્રવર્તમાન પડકારો દૂર કરવા માટે સહયોગ તેના પછીનું પગલું હશે. યુનિવર્સલ રોબોટ્સ સાથે નવુ સાહસ અમારા ગ્રાહકો અને ભાગીદારો સાથેનું એક પ્રમાણ બની રહેશે અને વધુ તે ભારતમાં અમારા સ્તરને પર લઇ જવામાં સહાય કરશે. સરળ પ્રોગ્રામીંગ દ્વારા યૂઝર ફ્રેન્ડલી હોવાથી ઓપરેટર્સના હાથમાં ફેકટરી ઓટોમેશનના અંકુશને પાછો આપીને વિશ્વમાં એન્ટરપ્રાઇસના ઓટોમેશનને સક્ષમ બનાવવાનું યુઆરનું સ્વપ્ન હોવાનું જણાવાયું હતું.

(3:27 pm IST)