Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

બાબરાના કલોરાણા-વાવડા વચ્ચે વિનુભાઇ અને કાનજીભાઇ પર હુમલો

રાજકોટ તા. ૧૧: બાબરા તાબેના કલોરાણા અને વાવડા ગામ વચ્ચે બે યુવાન બાઇક પર જતાં હતાં ત્યારે રસ્તામાં તેને રોકી ત્રણ શખ્સોએ સશસ્ત્ર હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

વાવડા રહેતાં વિનુભાઇ ભીમજીભાઇ જાદવ (ઉ.૪૦) અને કલોરાણાના કાનજીભાઇ ગોબરભાઇ સાકરીયા (ઉ.૪૩) બાઇકમાં બેસી કલોરાણાથી બાબરા તરફ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કનુ ઝવેર મકવાણા, જીતા ઝવેર અને ઝવેર ગગજીભાઇ મકવાણાએ ઝઘડો કરી ધારીયા-પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં બાબરા પોલીસને જાણ કરાઇ હતી. જો કે રાજકોટથી રજા લઇ નીકળી ગયા હતાં.

(1:19 pm IST)