Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પત્નિ સાથે કલેશ થતાં ભરવાડ યુવાન અને લુહાર પ્રોૈઢે ઝેરના પારખા કર્યા

રૈયાધાર અને ટપુ ભવાન પ્લોટમાં બનાવ

રાજકોટ તા. ૧૧: રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતો અને ચાના થડે કામ કરવા જતો વિઠ્ઠલ નાથાભાઇ બાંભવા (ઉ.૩૫) રાત્રે પોણા બારેક વાગ્યે વાંદા મારવાની દવા પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. તે બે ભાઇમાં મોટો છે અને સંતાનમાં બે પુત્ર છે. પત્નિ જશુબેન સાથે ચડભડ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં સ્વામિનારાયણ ચોક ટપુ ભવાન પ્લોટ-૧માં રહેતાં અને બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતાં દિલીપભાઇ હંસરાજભાઇ કવા (ઉ.૫૨) ઝેર પી જતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. પત્નિ ધર્મિષ્ઠાબેન સાથે વારંવાર માથાકુટ થતી હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. યુનિવર્સિટી અને માલવીયાનગર પોલીસને હોસ્પિટલ ચોકીએથી જાણ કરાઇ હતી.

ખુશ્બૂએ ફિનાઇલ પીધી

જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટ-૩માં રહેતી ખુશ્બૂ જયદિપ પરમાર (ઉ.૨૨)એ ફિનાઇલ પી લેતાં દાખલ કરાઇ હતી. આઠ મહિના પહેલા જ તેણે પોતાની જ્ઞાતિના જયદિપ સાથે લવમેરેજ કર્યા છે. ઘરમાં કલેશ થતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(1:17 pm IST)