Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિજયભાઇ રાજકોટમાં: ૫૯૧.૭૩ કરોડના પ્રોજેકટોની શહેરીજનોને ભેટ

મ્યુ.કોર્પોરેશન, રૂડા, કલેકટરના વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ મુખ્યમંત્રીનાં હસ્તે કરાયા : કલેકટર કચેરીના નવા કલાસેશન તથા શહેરનાં કાલાવડ રોડ પર ૪.૦૧ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ પશ્ચિમ મામલતદાર કચેરીનું લોકાર્પણ

રાજકોટ તા. ૧૧: શહેરની ભાગોળે આવેલ રીંગ રોડ-ર લાગુ સ્માર્ટ સીટી વિસ્તારમાં તમામ લાઇનો અંડર ગ્રાઉન્ડ, સેન્ટ્રલ એસી કુલીંગ સીસ્ટમ, પાણીની લાઇન સાથે રિસાઇકલ પાઇપ લાઇન, ડ્રેનેજ સહિતની  માળખાકીય સુવિધાના કામનો પ્રારંભ  તથા મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર અને રૂડાના રૂ. પ૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહુર્ત આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. સંયુકત ડાયસ કાર્યક્રમનું આયોજન સાંજે ૪ કલાકે વોર્ડ નં. ૧૦માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ પાસેના મેદાન, એસએનકે સ્કુલની પાછળ , યુનિવર્સિટી રોડ ખાતે કરવામાં આવ્યું હતુ.

  આ અંગે તેમ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસીપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, નગર પ્રા. શિ. સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠકુર, સેનિટેશન કમીટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, વોટર વર્કસ કમીટી ચેરમેન દેવરાજભાઇ મકવાણાની સંયુકત યાદીમાં જણાવાયું છે. જણાવ્યા મુજબ રૈયા સ્માર્ટ સીટી એરીયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ,  પૃથ્વીરાજ ચૌહાણ પ્રા. શાળા નં. ૪૮ ના નવા બીલ્ડીંગ, વોર્ડ નં. ૧૩ માં ડી. આઇ. પાઇપ લાઇન નેટવર્ક,  વોર્ડ નં. ૧૦ માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ લોકાર્પણ , ૬ વેકયુમ રોડ સ્વિપીંગ મશીનનું  પ૧ મીની ટીપર વાનનું  તથા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ), ઘન કચરા વ્યવસ્થાપન અર્થે ૩ રેફયુઝી કોમ્પેકટરનું , ટી. પી. ૧૦ ના ૧૮ મી. અને ૧ર મી. રોડ, વાવડીથી કાંગશીયાળીના બીટયુમિનસ રોડ , હાઇલેવલ બ્રિજનું ખાતમુર્હૂત કરોડ સહિત કુલ કરોડની વિવિધ પ્રોજેકટનાં લોકાર્પણ - ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ પ્રેરણાદાયી ઉપસ્થિતી તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના  પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશન મનોજ અગ્રવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, અતિથી વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક અજયભાઇ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુ.કોર્પોરેશનના પ્રોજકેટોની માહિતી

 

રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું ખાતમુહૂર્ત

૫૪૮.૦૦ કરોડ

શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.૪૮ના નવા બિલ્ડીંગનું  ખાતમુહૂર્ત

૩.૦૩ કરોડ

વોર્ડ નં.૧૩માં ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કનું  ખાતમુહૂર્ત

૧.૭૧ કરોડ

વોર્ડ નં.૧૦માં નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

૧૫.૦૦ કરોડ

૬ વેકયુમ રોડ સ્વિપિંગ મશીનનું લોકાર્પણ

૪.૨૧ કરોડ

૫૧ મિનિ ટીપરવાનનું લોકાર્પણ

૨.૫૪ કરોડ

રૂડાના વિવિધ વિકાસ કામોની ઝલક

 

ઘનકચરા વ્યવસ્થા માટે ૩ કન્ટેનરનું લોકાર્પણ

૪.૦૧ કરોડ

ટી.પી-૧૦ના ૧૮મી. અને ૧૨મી. રોડનું   ખાતમુહૂર્ત

૧.૨૩ કરોડ

વોર્ડ નં.૧૩માં ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કનું  ખાતમુહૂર્ત

૧.૭૧ કરોડ

વાવડી થી કાંગશિયાળીના બીટયુમિનસ રોડનું ખાતમુહૂર્ત

૧.૯૩  કરોડ

હાઇલેવલ બ્રિજનું ખાતમુહૂર્ત

૨.૦૩ કરોડ

(4:29 pm IST)
  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST