Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

૧ર સપ્ટેમ્બરથી ૧પ સપ્ટેમ્બર સુધી તરણેતર મેળા દરમિયાન સ્પેશ્યલ ટ્રેન ચાલશે

રાજકોટ ડીવીઝનના થાન સ્ટેશન પાસે દર વર્ષે આયોજીત થનાર તરણેતર મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે તા.૧ર સપ્ટેમ્બરથી ૧પ સપ્ટેમ્બર સુધી (ચાર દિવસો માટે) વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમુટ્રેન ચલાવવામાં આવશે. રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેેનેજર શ્રી પી.બી.નિનાવે દ્વારા પ્રકાશીત પ્રેસનોટ મુજબ આ ડેમુ સ્પેશ્યલ ટ્રેન તા.૧ર થી ૧પ સપ્ટેમ્બર બપોરે ૧૪ કલાકે મોરબીથી ઉપડીને ૧૪.૦૪ કલાકે નજરબાગ,૧૪.૧૩ કલાકે રફાળેશ્વર, ૧૪.ર૩ કલાકે મકનસર, ૧૪.૩૧ કલાકે ઘુવા તથા ૧૪.પ૦ કલાકે વાંકાનેર પહોંચશે. વળતી ટ્રીપમાં આ ટ્રેન બપોરે ૧પ કલાકે વાંકાનેરથી ઉપડીને ૧પ.૧૧ કલાકે ઘુવા, ૧પ.૧૯ કલાકે મકનસર, ૧પ.ર૪ કલાકે રફાળેશ્વર તથા ૧પ.૩૭ કલાકે નજરબાગ તથા ૧પ.પ૦ કલાકે મોરબી પહોંચશે.

(4:00 pm IST)