Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં ત્રંબાની આર. કે. યુનિવર્સિટીમાં આજે પણ સુત્રોચ્ચારઃ ૫૦૦ છાત્રોએ અભ્યાસ પડતો મુકયો

રાજકોટઃ ત્રંબા પાસે આવેલી આર. કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટસ દ્વારા આ કોલેજના ગેઇટ સામે જ ગઇકાલે હાર્દિક પટેલના સમર્થનમાં છાત્રાઓએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતાં. છાત્રાએ હાર્દિક પટેલની માંગણીઓ સરકાર સ્વીકારી લે તેવી માંગણી કરી હતી અને આગામી સમયમાં રસ્તા રોકો સહિતના કાર્યક્રમો આપશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ આજે પણ સવારે ૫૦૦ જેટલા છાત્રોએ હાર્દિકના સમર્થનમાં નારેબાજી કરી હતી અને અભ્યાસ પડતો મુકી નીકળી ગયા હતાં. ત્રંબાથી જી.એન. જાદવે તસ્વીર મોકલી હતી.  જો કે બીજા છાત્રોએ અભ્યાસ ચાલુ રાખ્યો હોવાનું કોલેજ સંચાલકો તરફથી જણાવાયું છે. (૧૪.૯)

(4:00 pm IST)