Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રીય પરંપરામાં ત્રિ-દિવસીય રાસ-ગરબા

રાજકોટ તા.૧ર : યુવરાણીસાહેબ ઓફ રાજકોટ કાદમ્બરીદેવી સંચાલીત ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પરંપરાગત હર્ષો ઉલ્લાસ ભરી ત્રિ-દિવસીય નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્ષત્રીય સમાજમાંથી પરંપરાગત ગરબા લુપ્ત ન થાય તેમજ નવી આવનારી પેઢીને તેના મહત્વનો ખ્યાલ રહે ેતે માટે આ ત્રિ-દિવસીય નવરાત્રી રાસોત્સવનું આ વર્ષે પણ તા.૧૦/૧૧/૧ર ઓકટોબરના સાંજે ૭ થી રાત્રી ૧૧ રણજીત વિલાસ પેલેસ ખાતે આયોજન થયું છે. તલવાર રાસ, થાળીરાસ અને અન્ય રાસો રજુ થશે.

ફાઉન્ડેશનના તમામ સભ્યોએ કાર્યક્રમમાં સમગ્ર ક્ષત્રીય મહીલાઓને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. આ પ્રસંગે બિંદુબા રાણા, મમતાબા ગોહીલ, એડવોકેટ ડીમ્પલબા જાડેજા, નયનાબા જાડેજા, ચંદ્રાબા પરમાર, નીલમબા ઝાલા, કીરણબા પરમાર, ભાવીકાબા પરમાર, જિજ્ઞાસાબા પરમાર, રેખાબા વાળા, ઉર્વશીબા રાણા, હાર્દિકાબા જાડેજા, રેખાબા જાડેજા, દેવ્યાનીબા ગોહીલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)