Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પ્રેમિકાનો પ્રેમી ધમકાવતો હોવાથી વિજય ભટ્ટીએ ફિનાઇલ પી લીધું!

ગાંધીગ્રામ સ્ટર્લિંગ પાછળ આવાસ યોજના કવાર્ટરનો અનોખો કિસ્સો : વણકર યુવતિ સાથે લવમેરેજ કરનાર રજપૂત યુવાનને હવે એક ત્યકતા સાથે પ્રેમ થયો છ!

રાજકોટ તા. ૧૨: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં વિજય માધુભાઇ ભટ્ટી (ઉ.૨૫) નામના રજપૂત યુવાને રાત્રે ઘરની અગાસીએ જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

વિજયના કહેવા મુજબ તેણે એક વર્ષ પહેલા વણકર યુવતિ હેતલ સાથે લવમેરેજ કર્યા છે. તેની સાથે તેને છએક વર્ષથી પ્રેમ હતો. પણ હવે અગાઉ પડોશમાં રહેતી એક મુસ્લિમ ત્યકતા કે જે બે સંતાનની માતા છે તેની સાથે આંખ મળી ગઇ છે.  પણ એ ત્યકતાને બીજા એક શખ્સ સાથે પણ પ્રેમ છે. એ શખ્સ પોતાને આ ત્યકતાને મુકી દેવા માટે ધમકાવીને હેરાન કરતો હોવાથી પોતે કંટાળી જતાં ફિનાઇલ પી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. (૧૪.૫)

(3:49 pm IST)