Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મેટોડા જીઆઇડીસી સ્થિત સુમોલેક પાઇપનું પ૮ અને એન્જલ પંપનું ૧૦ લાખનું ડીસ્કલોઝર

રાજકોટ, તા., ૧૨: રાજકોટ આયકર વર્તુળ રેન્જ-૧ અને ર ગ્રુપ દ્વારા ગત મોડી રાત્રે મેટોડા જીઆઇડીસી સ્થિત ત્રણ ઔદ્યોગીક એકમો ઉપર સર્વે હાથ ધરાયો હતો.

જીઆઇડીસીમાં આવેલ સુમોલેક પાઇપ અને એન્જલ પંપ તેમજ કિશાન ગ્રુપ ઉપર આવકવેરા રેન્જ ૧ અને ર દ્વારા સર્વે હાથ ધરાયો હતો. મોડી રાત્રી સુધી ચાલેલા આ સર્વેમાં સુમોલેક ગ્રુપ દ્વારા પ૮ લાખ, એન્જલ પંપનું ૧૦ લાખનું ડીસ્કલોઝર થયાનું જાણવા મળે છે.

(12:18 pm IST)