Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શ્રી રામ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની દ્વારા

રાજકોટમાં બે વકીલો જય-અજયની જોડીની દુબઇ લોયર્સ કોન્‍ફરન્‍સમાં પસંદગી

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ કલેઇમ બાર એશોસીએશનના યુવા એડવોકેટ જયેશ ટી. ગોંડલીયા તથા સીનીયર એડવોકેટ અજયકુમાર એ. સહેદાણીની શ્રી રામ જન. ઇન્‍સ્‍યુ કાું. લી. તરફથી સમગ્ર ગુજરાત રાજયમાંથી બેસ્‍ટ પરર્ફોમન્‍સનાં ધોરણે દુબઇ (યુનાઇટેડ આરબ અમીરાત) ખાતે આગામી તા. ૧૩ સપ્‍ટેમ્‍બરથી ૧૯ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન  યોજાવાની લોયર્સ કોન્‍ફરન્‍સમાં પસંદગી થતા તેઓ બન્ને ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

યુવા એડવોકેટ જયેશ ગોંડલીયાની છેલ્લા દશ માસ દરમિયાનની આ ત્રીજી તથા શ્રી રામ જન. ઇન્‍સ્‍યુ કાું. લી. તરફથી આ બીજી વખત ફોરેન લોયર્સ કોન્‍ફરન્‍સ છે. તેમજ આ વખતે બેસ્‍ટ પરર્ફોમન્‍સનાં આધારે તેઓની પરિવારનાં એક સદસ્‍ય સહિત પસંદગી થતા તેમના પુત્ર ધ્રુવ ગોંડલીયા પણ તેઓની સાથે વિદેશ યાત્રામાં જોડાશે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી વકિલાતમાં વ્‍યવસાયમાં જોડાયેલ છે, તેમજ વિવિધ ૧૧ વિમા કંપનીઓમાં પેનલ એડવોકેટ તરીકે કલેઇમ કેસોની પ્રેકટીશ કરીને ટી.કે. ગોંડલીયા રીયાયર્ડ પી.એસ.આઇ. હોવાથી પોલીસ પરિવારોમાં પણ આનંદની લાગણી આવેલ છે.

સિનિયર એડવોકેટ અજયકુમાર સહેદાણી છેલ્લા ૧૮ વર્ષથી વકીલાત ક્ષેત્રે જોડાયેલ છે. તેઓ સમગ્ર સોરાષ્‍ટ્ર તથા કચ્‍છની વિવિધ કોર્ટેમાં કુલ ૧૦ વિમા કંપનીઓનાં પેનલ એડવોકેટ તરીકે વકીલાત કરીને ખુબ જ નામનાં મેળવેલ હોવાથી સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેમની શ્રી રામ જન. ઇન્‍સ્‍યુ કાું.લી. તરફથી બેસ્‍ટ પરર્ફોમન્‍સનાં આધારે પ્રથમ વખત પસંદગી થયેલ છે. તેઓએ પોતાની વકીલાતનાં વ્‍યવસાયની શરૂઆત રાજકોટનાં ગોંડલ મુકામેથી કરેલ હોવાથી ગોંડલના વકીલ મંડળમાં પણ આ સમાચાર મળતા હર્ષા ઉલ્લાસની લાગણી ફરી વળી છે.

આમ, એડવોકેટ જયેશ ગોંડલીયા (મો. નં. ૯૮૭૯પ ૯૭૭૯ર) તથા અજયકુમાર સહેદાણી (મો. નં. ૯૮રપ૩ ૪૦૪ર૭) ને રાજકોટ બાર એસોસીઅશેનનાં તમામ હોદ્દેદારો કલેઇમ બાર એસોસીએશનનાં પ્રમુખ શ્રી કે. જે. ત્રિવેદી, ઉપપ્રમુખ જી.આર. પ્રજાપતિ સહિતનાં તમામ હોદ્દેદારો તેમજ ગુજરાત બાર કાઉન્‍સીલ તથા બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાનાં સભ્‍ય દિલીપભાઇ પટેલ સહિતનાં તમામ સીનીયર -જુનીયર વકીલ મિત્રોએ ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવેલ છે. 

(12:20 pm IST)