Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગોંડલમાં ઓઇલ મિલરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ

જુદા જુદ વિષય ઉપર ચર્ચા વિચારણા થઇઃ સૌરાષ્ટ્રભરના મિલરો ઉપસ્થિત રહ્યાઃ મગફળીની ખરીદી સંબંધિત જટિલ તકલીફો દૂર કરવાના મુદ્દા ઉપર વાતચીત

રાજકોટ,તા.૧૧: નાફેડનું જિદ્દીવલણના પરિણામ સ્વરુપે સોમના સભ્યો દ્વારા હવે જોરદાર લડત શરૂ કરવામાં આવી છે. સોમાએ નાફેડ પાસેથી મગફળી ખરીદવાનું બંધ કરી દીધા બાદ ફરી એકવાર નાફેડે હકારાત્મક વલણ અપનાવ્યું છે. આજે ગોંડલમાં ઓઇલ ડિલરોની એક મહત્વપૂર્ણ બેઠક સાંજે યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉદ્યોગનગર હોલમાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રભરના તેલ ડિલરો ઉપસ્થિત રહ્યા હતા. સોમાના પ્રમુખ સમીર શાહે કહ્યું છે કે, તમામની સહમતિ સાથે નાફેડને આઠ દિવસનો સમય આપી રહ્યા છે. નાફેડે પણ ખાતરી આપી છે કે, તકલીફો દૂર કરવામાં આવશે.

હાલમાં નાફેડના અધિકારીઓથી કેટલાક મુદ્દે અસંતોષ છે. દિલ્હીના નાફેડ અધિકારીઓ સામે ૮ રજૂઆત કરવામાં આવી રહી છે. શુક્રવારના દિવસે સોમાના પ્રમુખે જાહેરાત કરી હતી કે, નાફેડ મનમાની કરે છે. સમયસર માલ મળતા નથી. બિલ પણ સમયસર મળતા નથી જેથી ઓઇલ મિલરોને મુશ્કેલી નડી રહી છે જેથી નાફેડ પાસેથી ઓઇલ મિલરો મગફળીની ખરીદી કરશે નહીં. આવા નિર્ણયથી મગફળીની અછત સર્જાઈ શકે છે અને તહેવારના સમયે માંગને લઇને સિંગતેલના ભાવ વધી શકે છે. સોમાના નિર્ણય સામે નાફેડે હવે હળવું વલણ અપનાવ્યું છે.

(3:59 pm IST)