Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટના દિગુભા માંજરીયાની હત્યા કરવા નીકળેલ બે શખ્સોને બે પિસ્તોલ સહિતના હથિયારો સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધા

કુખ્યાત ઇશાન જોષી અને ભીમો ઉર્ફે ભીમડી ગેરજાની ધરપકડઃ ઇશાનના ભાઇ સાથે દિગુભાએ ઝઘડો કરતા બદલો લેવા નીકળ્યાને પી.આઇ. અજયસિંહ ગોહિલની ટીમે ઝડપી લીધા

રાજકોટ તા. ૧ર : રાજકોટના નવલનગરમાં રહેતા દિગુભા માંજરીયાની હત્યા કરવાના ઇરાદે નીકળેલ કુખ્યાત ગુન્હેગાર ઇશાન ભીખાભાઇ જોષી રે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ સી-ર૦૪ કાલાવડ રોડ રાજકોટ તથા ભીમા ઉર્ફે ભીમડી વેજાભાઇ ગરેજા રે. અડવાણા તા.જી. પોરબંદરને બે દેશી બનાવટની પિસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ ર૩, બેછરી સાથે ક્રુઝ કારમાં નીકળતા શાપર -વેરાવળ પાસેથી રૂરલ એસઓજીના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.અસ.આઇ. એચ.ડી. હિંગરોળજાની ટીમે ઝડપી લીધા હતા. ગત તા.૯ ના રોજ દિગુભા માંજરીયાએ આરોપી ઇશાનના ભાઇ વિશાલ જોષી સાથે ઝઘડો કરી કારના કાચ તોડી નાંખતા તેનો બદલો લેવાના ઇરાદે ઇશાન જોષી તેના સાગ્રીત ભીમા સાથે નીકળ્યો હતો.

પકડાયેલ ઇશાન જોષી સામે રાજકોટમાં હત્યા હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, અપહરણ અને મારામારીના પાંચ તથા ગોંડલમાં પોલીસ મથકમાં એક ગુન્હો નોંધાયો છે. જયારે તેના સાગ્રીત ભીમા ગરેજા સામે અગાઉ ચોરી, બળાત્કાર અને અપહરણ સહિતના ૧૮ ગુન્હાઓ નોંધાયા છે. ભીમો પેરોલ પર રહ્યા બાદ સાગ્રીત લખમણ ઓડેદરા રે.જુનાગઢ સામે પોરબંદર અને જામનગરમાં છે. ચીલઝડપ કરી હતી અને જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ હાજર થયો નથી.

(12:39 pm IST)