Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બામણબોર પાસે જુનાગઢનો અંજુમ આઇસરમાં ૨૪ બીયર સાથે પકડાયો

રાજકોટઃ કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. કે. રાઠોડ, રાજેશભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બામણબોર પાસે જીજે૦૩બીવી-૭૯૫૪ નંબરનું આઇસર શંકાસ્પદ જણાતાં અટકાવી તલાસી લેતાં અંદર ડ્રાઇવર સીટ નીચે રૂ. ૪૮૦૦ના ૨૪ બીયર પડ્યા હોઇ ચાલક જુનાગઢ કસ્તુરબા કોલોની દોલતપરામાં રહેતાં અંજુમ ઇબ્રાહીમભાઇ ખબડા (ઉ.૩૯)ને પકડી લઇ બીયર, વાહન, અંદર ભરેલા માલ સહિત રૂ. ૧૫,૦૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(12:09 pm IST)