Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ઢેબર કોલોની ફાટક પાસેથી પિયુષ ૧૬ બોટલ દારૂ સાથે પકડાયોઃ રાહુલ અને ભરતની શોધખોળ

રાજકોટઃ ઢેબર કોલોની ફાટક પાસે માલવીયા કોલેજની સામેથી ડીસીબીના હેડકોન્સ. અભીજીતસિંહ જાડેજા, કોન્સ. અશોકભાઇ ડાંગર સહિતની ટીમે આંબેડકરનગર-૯/૧૦ના ખુણે રહેતાં પિયુષ રમેશભાઇ રાઠોડ (ઉ.૨૫)ને દારૂની ૧૬ બોટલ રૂ. ૭૨૦૦ની સાથે પકડી લીધો હતો. તેમજ તેનું વાહન અને મોબાઇલ પણ કબ્જે કર્યા હતાં. આ દારૂમાં આંબેડકરનગરના રાહુલ રમેશભાઇ દવેરા અને વિજયનગર થોરાળાના ભરત માધવજીભાઇ વારસુરનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(12:07 pm IST)