Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કેવડાવાડીના ધવલે સરધાર તરફથી સગીરાનું અપહરણ કરી અડપલા કર્યાઃ જતીન ઉર્ફ જીવાએ મદદગારી કરી

રાજકોટઃ રાજકોટના કેનાલ રોડ પર  કેવડાવાડી લલુડી વોંકળી પાસે રહેતાં ધવલ મનસુખભાઇ રાવળદેવ અને તેના મિત્ર જતીન ઉર્ફ જીવા વિરૂધ્ધ સરધાર પોલીસે અપહરણ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. ધવલે સરધાર પંથકના એક પરિવારની ૧૫ વર્ષ ૧૧ માસની વય ધરાવતી દિકરીને લગ્નની લાલચ આપી ફસાવી અપહરણ કરી લઇ જઇ અડપલા કરતાં અને જતીન ઉર્ફ જીવાએ ગુનામાં મદદગારી કરતાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, ભરતસિંહ પરમાર, કેલ્વીનભાઇ સાગર સહિતે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(12:07 pm IST)