Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વોર્ડ નં.૩ના વિસ્તારોમાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા ખડેપગેઃ પાણી નિકાલની વ્યવસ્થા કરાઇ

રાજકોટ તા.૧૨ : ગુજરાત  પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને વોડૅ નં ૦૩ રાજકોટ મહાનગરપાલિકા ના કોપૉરેટર ગાયત્રીબા વાઘેલા દ્રારા રાજકોટના નિચાણવાળા વિસ્તારો પોપટપરા, મિયાણાવાસ , શાસ્ત્રીનગર , ગંગોત્રીપાકૅ , રઘુનંદન ,રેલનગર અંડરબિજ ,આજી નદીના કાંઠા ના વિસ્તારો નરસંગપરા , રૂખડીયાપરા વગેરે ની રૂબરૂ મુલાકાત લઈ પાણી નીકાલની યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી અને મ.ન.પા. ના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ને સ્થળ પર બોલાવી પરિસ્થિતિ થી વાકેફ કરાયા હતા અને લોકો નું સ્થળાંતર કરવાની જરૂર જણાય ત્યાં સ્થળાંતર કરાવી ફુડ પેકેટ સહીત ની વ્યવસ્થા કરાવી આપી હતી.

(4:01 pm IST)