Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વોર્ડ નં.૦૮માં વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયોઃ ૫૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડના તથા આજુબાજુના વિસ્તારના જરૂરતમંદ માટે વિનામુલ્યે સર્વરોગ નિદાન તેમજ બોડી ચેક-અપ તથા થાઈરોઈડ અને લીપીડ પ્રોફાઈલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કેમ્પના અધ્યક્ષ સ્થાને  મેયર બિનાબેન આચાર્ય હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, ભાજપ અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, જાણીતા તબીબ ડો. બબીતાબેન હાપાણી, જાણીતા તબીબ ડો.આરતીબેન વાછાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર વોર્ડ નં.૦૮ રાજુભાઈ અઘેેરા, જાગૃતિબેન દ્યાડીયા, વિજયાબેન વાછાણી, વોર્ડ નં.૦૮ પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એમ.પટેલ, મહામંત્રી કાથડભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જગદીશભાઈ ભોજાણી વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. આ આરોગ્ય કેમ્પમાં કુલ ૪૬૮ દર્દીઓના રોગનું નિદાન કરવામાં આવેલ, જેમાં સ્ત્રી રોગના ૮૨ દર્દીઓ, બાળ રોગના ૫૩ દર્દીઓ, ચામડીના રોગના ૪૭ દર્દીઓ, આંખ અને કાનના રોગના ૩૬ દર્દીઓ, ડાયાબીટીસના ૫૮ દર્દીઓ, હાડકાના ૩૪ દર્દીઓ તેમજ જનરલ રોગના ૧૫૮ દર્દીઓની સારવાર કરવામાં આવેલ. આ ઉપરાંત લેબોરેટરી રીપોર્ટમા ડાયાબીટીસના ૨૯૮, હિમોગ્લોબીનના ૧૩૨, બ્લડ ગ્રુપના ૧૧૦, લીપીડ પ્રોફાઈલના ૧૧૨, થાઈરોઈડના ૫૩ કેસ તપાસવામાં આવેલ. તેમજ લોક સ્વાસ્થ્યની જાગૃતિ માટેની ૮૧૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ.

(4:00 pm IST)